________________
282
જૈન ધર્મ સાર સંદેશ નષ્ટ કરવા માટે પ્રયત્ન કરે છે, એટલા માટે મોક્ષાભિલાષી મુનિઓને મોક્ષના ઉપાયભૂત આ વિપાક વિચય નામના ધર્મ ધ્યાનનું અવશ્યપણે ચિંતવન કરવું જોઈએ.40
ધર્મ ધ્યાનના ચોથા ભેદ સંસ્થાન વિચયમાં એ વિચાર કરવામાં આવે છે કે જીવ પોતાના કર્મો અનુસાર કેવી રીતે અનેક પ્રકારના દ્વીપો, સ્વર્ગો અને નરકોમાં સુખ-દુઃખ ભોગવે છે. નરકોની અસહ્ય પીડાથી તડપતા જીવની તે સમયે કોઈ પોકાર સાંભળનારા હોતો નથી. ફક્ત ધર્મ જ લોક-પરલોકમાં પોતાનો સહાયક હોય છે. એટલા માટે સાધક આત્મધ્યાન દ્વારા પોતાના કર્મ રહિત પરમ નિર્મળ આત્મતત્વને ઓળખવાનો પ્રયત્ન કરે છે. સંસ્થાનવિચય ધર્મધ્યાનનો આ જ ઉદેશ છે.
જ્ઞાનાર્ણવમાં સંસ્થાનવિચય ધર્મધ્યાનને આ પ્રમાણે સમજાવવામાં આવ્યો છેઃ
સંસ્થાનવિય ધર્મધ્યાનમાં લોકનું સ્વરૂપ વિચારવામાં આવે છે. આ લોક ઊર્ધ્વ(ઉપર), મધ્ય, અધોભાગ (નીચેના ભાગ) દ્વારા ત્રણ ભુવનોને ધારણ કરે છે. હિંસાદિ પાંચ પાપ કે સાત વ્યસનોના સેવનમાં લાગેલા રહેનારા જીવો ઘોર નરકોમાં જઈને દુઃખ ભોગવે છે.જે રોગ અસહ્ય છે અને જેમની કોઈ ચિકિત્સા નથી, એવા સમસ્ત પ્રકારના રોગ નરકોમાં રહેનારા જીવોના શરીરના રોમ-રોમમાં હોય છે. તે નારકી જીવ તે નરક ભૂમિને અપૂર્વ (જેવું પહેલાં ક્યારેય જોયું ન હતું તેવું) ભયાનક જોઈને કોઈનું શરણ લેવાની ઈચ્છાથી ચારે તરફ જૂએ છે, પરંતુ ત્યાં કોઈ સુખનું કારણ દેખાતું નથી અને ન કોઈ શરણ જ પ્રતીત થાય છે. પછી વિચારે છે કે આ ધર્મરૂપ બંધ જ એવો છે કે સાથે આવે છે અને જયાં જાય છે તે જ રક્ષા કરે છે. એ નિયત રૂપે હિત જ કરે છે અને દુઃખનો નાશ કરીને સુખ આપે છે. એવા ધર્મરૂપી મિત્રનું મેં સેવન જ કર્યું નથી અને જેમનું સેવન મેં મિત્ર સમજીને કર્યું તેમનામાંથી કોઈ એક પણ સાથે આવ્યું નહીં. એટલા માટે આલોકના સંસ્થાનના ચિંતવન બાદ (અથવા એના ફળસ્વરૂપ) ધ્યાતા ધ્યાન