Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 347
________________ 346 જૈન ધર્મ સાર સંદેશ તે ભકિત-સ્ત્રોત ઉમટી પડવાથી ... તેનાં ગુણગાન, નમસ્કાર અને પ્રાર્થના વગેરે કરીને તેના પ્રેમના દિવ્ય પ્રવાહમાં પ્રવાહિત થઈ જવું જરા પણ આશ્ચર્યજનક નથી... તેના પવિત્ર ગુણોની સ્મૃતિ આપણા મલિન હૃદયને દોષો અને પાપોથી રહિત કરીને પવિત્ર કરી દે છે. જે પ્રમાણે સૂર્યથી દૂર અને વીતરાગ રહેવા માં પણ હજારો માઈલ દૂર રહેનાર કમળ તેની પ્રભા માત્રથી પ્રફુલ્લિત થઈ જાય છે અને રાત્રિનો ભયાનક અંધકાર જોત-જોતામાં વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે ભવ્ય પુરુષોના ભકિતભાવથી પૂર્ણ હૃદય કમળ ભગવાનના દર્શન તો દૂર, નામ માત્રથી પ્રફુલ્લિત થઈ જાય છે. એનાથી તેમને એ સમયે જે અનુપમ આનંદ, અપૂર્વ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે તે કથન નહીં, અનુભવ કરવાની ચીજ છે.46 આ પ્રમાણે સાચી ભક્તિ દ્વારા ભક્ત ભગવાન બની જાય છે. આત્મા પરમાત્મા બની જાય છે. એને જૈનધર્મામૃતમાં એક ઉપમા દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ આ આત્મા પોતાનાથી ભિન્ન અઈન્ત, સિદ્ધરૂપ પરમાત્માની ઉપાસના (ભકિત) કરીને તેમના સમાન પરમાત્મા થઈ જાય છે. જેવી રીતે દીપકથી ભિન્ન વાટ પણ દીપકની ઉપાસના કરીને દીપકરૂપ થઈ જાય છે.? અહીં આ વાતને સારી રીતે યાદ રાખવી આવશ્યક છે કે ભક્તની ભક્તિ સાચી અને ગહન હોવી જોઈએ, કેવળ ઉપરી અને બનાવટી નહીં. એને સ્પષ્ટ કરતાં નાથુરામ ડોંગરીય જેન કહે છેઃ જે પ્રમાણે સમુદ્રના અતળ તળ (ગર્ભ) માં ભરેલા બહુમૂલ્ય રત્ન, ઉપર ડૂબકી લગાવનારા અથવા ઉતરાવનારા વ્યકિતઓના હાથ લાગતાં નથી, તે જ પ્રમાણે ભારપૂર્વક તન્મય થઈને ભગવદ્ ભકિતમાં મગ્ન થયા વિના અને વીતરાગતાનું અધ્યયન કર્યા વિના તે ચીજ (પરમાત્મ તત્ત્વોની પ્રાપ્તિ થઈ શકતી નથી.18

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402