Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 388
________________ 387 મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય હતા. મુનિરાજ શ્રી સુધર્મસાગરજી પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેના ચાર વર્ષ બાદ આચાર્ય મહારાજએ તેમના ચરિત્રની નિર્મળતાને જોઈને તેમને “ઐલકપદથી દીક્ષિત કર્યા જો કે શ્રાવકપદમાં ઉત્તમ સ્થાન છે. પછી તેમને મુનિ કુન્થસાગરજીથી નામથી અલંકૃત કર્યા. સ્વ. પૂજય કુન્થસાગરજી મહારાજના ઉપદેશથી ગુજરાત, કાઠ્યિાવાડ, મહારાષ્ટ્ર વગેરે પ્રાંતોના અનેક રાજા ઘણા પ્રભાવિત થયા અને તે મહારાજના સારા ભકત બની ગયા હતા. તેમનું મુનિ અવસ્થાનુ નામ શ્રી 108 ગણેશકીર્તિ મહારાજ હતું અને તેમની પ્રમુખ રચનાઓ શ્રાવક પ્રતિક્રમણસાર અને સુધર્મોપદેશામૃતસાર છે. કુન્દુકુન્દ્રાચાર્ય ભગવાન્ કુન્દકુન્દ્રાચાર્ય દેવનું દિગમ્બર જૈન પરંપરામાં સર્વોત્કૃષ્ટ સ્થાન છે. દિગમ્બર જૈનના ધર્માનુયાયી શાસ્ત્રા-પન પહેલાં જે પવિત્ર શ્લોકને મંગલાચરણના રૂપમાં બોલે છે તેનાથી સિદ્ધ થાય છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીના તરત પશ્ચાતું, ભગવાન કુન્દકુન્દ્રાચાર્યનું સ્થાન આવે છે. ભગવાન કુન્દકુન્દ્રાચાર્યના રચાયેલા અનેક શાસ્ત્ર છે જેમાં પંચાસ્તિકાય, પ્રવચનસાર, અષ્ટપાહુ, સમયસાર અને નિયમસાર ઘણા પ્રસિદ્ધ છે. કૂમટ, રણજીત સિંહઃ શ્રી રણજીત સિંહ કૂમટજી ધ્યાનથી સ્વબોધના રચયિતા છે. આ પુસ્તકમાં કૂમટજીએ જૈન આગમ, બુદ્ધ ત્રિપિટિક, પાતંજલ યોગથી લઈ આધુનિક ચિંતક જે. કૃષ્ણમૂર્તિ, નિસર્ગદરજી મહારાજ આદિના વિચારો અને સ્વયંના વર્ષોના અનુભવનું મિશ્રણ સમાહિત કરી એને એક ઉપયોગી પુસ્તકના રૂપમાં પ્રસ્તુત કર્યુ છે. ગુણભદ્રાચાર્યઃ ગુણભદ્રાચાર્ય તેમના સમયમાં મોટા વિદ્વાન થયા છે. તેઓ ઉત્કૃષ્ટ જ્ઞાનથી યુકત, તપસ્વી અને ભાવલિંગી મુનિરાજ હતા. તેમણે ઉત્તરપુરાણ નામક ગ્રંથની રચના કરી. તેમના ગુરુ જિનસેનએ પોતાના અંતિમ સમયમાં પોતાના બધાથી યોગ્ય શિષ્ય ગુણભદ્રાચાર્યને બોલાવી અધૂરા લખેલા મહાપુરાણ ગ્રંથને પૂરું કરવાની આજ્ઞા આપી.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402