Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
179
હૃદય નયન નિહાળે જગધણી
કાયિક ચેષ્ટાઓનો સાખીધર એટલે કે સાક્ષી બની રહે છે. એટલે એ સાક્ષી તરીકે તટસ્થ રહી, માધ્યસ્થ ભાવે જોનારો અને જાણનારો રહે છે પરંતુ પોતાને કરનારો કે ભોગવનારો નથી માનતો. એ સાક્ષીભાવમાં આવે છે કારણ કે પોતાને-આત્માને, મન-વચન-કાયાથી ભિન્ન-જુદો માને છે અને તેથી જ તે કશામાં ભળતો નથી. એ તો, સંસારની રંગભૂમિ ઉપર કર્મના ખેલાવ્યા-નચાવ્યા આ બધા ખેલ-નાચ-તમાશા છે, એમ સમજી બહારમાં ફીણાયેલી અને ફેલાયેલી પોતાની ચેતન્યશક્તિને અંતરમાં પાછી વાળી લઈને આત્મસ્થિત થઈ આત્મવેદન, આત્માનુભૂતિ કરે છે તે બીજા પ્રકારનો અંતરાત્મા છે. એ સાક્ષીભાવમાં આવી ગયો હોવાથી એ સંસારમાં હોય છે પણ સંસાર એનામાં નથી હોતો.
| સર્જનપૂતાભા મતે ન ભવોથી II અઢારમો હાથી-(અઢારમું પાપ મિથ્યાત્વ) જે પરઘેર ચાલી ગયો હતો તે સ્વઘેર પાછો ફરી ગયો. તેથી બાકીના સત્તરે પાપનો નિકાલ થવા માંડે છે અને ગુણારોહણ થતું જાય છે. જે સાક્ષીભાવમાં નથી તે બહિરાત્મા તો સંસારમાં રમનારો અને રાચનારો હોય છે તેથી એ સંસારમાં ડૂબેલો હોય છે. પરને પોતાના માનીને વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ કરી પાપપ્રવૃત્તિમાં રસને પોષનારો હોય છે. જે સાક્ષીભાવમાં આવી ગયો હોય છે તે અંતરથી ન્યારો થઈ જાય છે. એ સંસાર આખાને નાટક લેખી, એ નાટકનો જોનારો બને છે. તેમ છતાય પોતાને ફાળે, જે રોલ- પાઠ ભજવવાનો આવ્યો હોય છે, તેમાં પોતે નાટકના પાત્ર તરીકે કાયાથી પાઠ ભજવે છે પણ પાઠમાં પોતાપણું માનતો નથી. આત્માને-ચિત્તને-અંતઃકરણને અળગું રાખે છે. અર્થાત્ કાયપાતી થાય છે પણ ચિત્તપાતી થતો નથી. રાજા મહારાજાઓના સંતાનને ઉછેરવા અને લાલન પાલન-પોષણ માટે
પાપની અટકાયત તે પ્રથમ ઘર્મ. પ્રાપ્ત લક્ષ્મીનું પુણ્યમાં પ્રવર્તન એ પછીની કક્ષાનો ઘર્મ છે.