Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
204
છે. 204
વ્યવસ્થાથી વ્યવસ્થિત ચાલે છે જેને કુદરત અને કુદરતી ન્યાય કહેવાય છે. એનું ભાન આપણી ફરિયાદોને ભૂંસી નાખે છે. દુઃખ એ તો ફળરૂપ કાર્ય છે. દુઃખનું કારણ-મૂળ પાપ છે. વળી એ પાપનું મૂળ ખોટી કરણીરૂપ ભૂલ અર્થાત્ સેવાયેલા દોષોથી થયેલ પાપકર્મબંધ છે. આમ દુઃખ એ આપણી જ કરણી, આપણી જ ભૂલની સજા છે. એથી જ કહેવત ચલણી થઈ કે “જેવી કરણી તેવી ભરણી” કે “વાવે તેવું લણે'. આવી મનોવૃત્તિથી વસ્તુસ્થિતિનો સહજ સ્વીકાર શક્ય બને છે અને ભૂતકાળના તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન થઈ શકે છે.
(ખ) “ભોગવે એની ભૂલ.” અર્થાત્ જે ભોગવે છે તેની જ ભૂલ છે. આના સ્વીકારથી વર્તમાનકાળના બધા જ પ્રશ્નોનો શાંત ઉકેલ આવે છે. ઉદાહરણ તરીકે એક દર્દી ડૉક્ટરને કહે કે મેં આજે સવારે આઠ વાગે માત્ર એક કપ કોફી પીધી છે અને એ સિવાય બીજું કાંઇ ખાધું નથી. છતાં હું પચાસ વાર ટોયલેટ ગયો છું. આ જાણી ડૉક્ટર વધુ તપાસમાં આગળ પૂછતાછ કરતાં કહે છે કે તો પછી ગઈ કાલે શું ખાધું હતું? દરદી જણાવે છે કે તે દિવસે તો લગ્નના જમણવારમાં દબાવીને લગ્નનું જમણ જમ્યો હતો. બસ નિદાન થઈ ગયું. આ ઝાડા તેના થયા છે. ભીમ ખાય અને શકુનિ Latrine જાય તેવું તો ન જ બને. જેણે ખાધું છે તેણે જ નિકાલ કરવાનો રહે છે. આમ કાર્ય પરથી કારણનું અનુમાન થઈ શકે છે. આજે આપણે દુઃખ ભોગવીએ છીએ તો તે દુઃખના કારણને માટે પણ આપણે જ જવાબદાર છીએ. ભલે વર્તમાનકાળની ભૂલ ન પણ હોય છતાં ભૂતકાળમાં ય તે જ આત્મા હતો કે જે આજે દુઃખ ભોગવી રહ્યો છે. આ પ્રકારની ચિંતવનાથી વર્તમાનના પરિણામનો સ્વીકાર શક્ય બને છે અને પ્રતિકાર ન કરવાથી વર્તમાનકાળમાં આર્તધ્યાનથી, અશાંતિ,
પદાર્થ ઉપરનું મમત્વ નબળાઈ છે અને પદાર્થ સાથેનું એકત્વ એ મુર્ખાઈ છે.