Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
314
“નમોઽર્હત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ''ના ઉચ્ચારણથી પંચ પરમેષ્ઠિને નમસ્કાર થઈ જતાં હોય છે. પિંડસ્થાવસ્થાનું ચિંતન એ નામનિક્ષેપાથી અને દ્રવ્ય નિક્ષેપાથી થતી પૂજા છે. પિંડસ્થાવસ્થાના ચિંતનમાં ભગવાનના નામ તથા ગૃહસ્થાવસ્થા, સાધનાકાળ, આદિની વિચારણા કરાતી હોવાથી એ પ્રભુજીની નામનિક્ષેપા તથા દ્રવ્યનિક્ષેપાથી કરાતી પૂજા છે. પદસ્થ અને રૂપાતીત અવસ્થાના ચિંતનમાં અનુક્રમે અરિહંતપદે બિરાજમાન પ્રભુજીની તથા સિદ્ધપદે બિરાજમાન પ્રભુજીની વિચારણા કરાતી હોય છે તેથી તે ભાવનિક્ષેપાથી થતી પૂજા છે. પ્રભુપ્રતિમા સન્મુખ થતી અંગપૂજા-અગ્રપૂજા એ સ્થાપનાનિક્ષેપાથી થતી પૂજા છે.
૬) ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક ઃ ઊર્ધ્વ અધો અને તીર્છા એ ત્રણ દિશામાં અથવા જમણી ડાબી અને પીઠ પાછળની એ ત્રણ દિશામાં જોવાનું વર્જ્ય રાખી અર્થાત્ નિષેધ કરીને, પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન માટે આસનસ્થ થઈ, પ્રભુજીની સાથે નયનોનું તારામૈત્રક રચવું; એ ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક છે. પ્રભુજીને ત્રણ વખત પંચાંગ પ્રણામ કર્યા પછી ચૈત્યવંદન કરવા માટેની મુદ્રા ધારણ કરવા સાથે આ ત્રિકની પાલના કરવાની હોય છે.
૭) ભૂમિપ્રમાર્જનત્રિક : પ્રભુજીને ત્રણ ખમાસમણા દેવા સાથે કે ભાવપૂજા ચૈત્યવંદન પૂર્વે સાધુ ભગવંત વડે રજોહરણથી અને શ્રાવક વડે ઉત્તરાસંગ(પ્રેસ) વડે ત્રણ વખત પ્રમાર્જન કરવા દ્વારા જે ભૂમિશુદ્ધિ કરવામાં આવે છે તે ભૂમિપ્રમાર્જન ત્રિક છે.
૮) આલંબનત્રિક : પ્રભુજી પાસે ચૈત્યવંદન કરતાં, જે સૂત્રાદિક બોલવામાં આવે, તેના અક્ષરો જે હસ્વ (લઘુ) કે દીર્ઘ (ગુરૂ) હોય તે તેવી રીતે ન્યૂનાધિક રહિતપણે તેના પદ, સંપદા, પ્રમુખનું લક્ષ્ય રાખીને
સ્વનું અસ્તિત્વ, આત્માના હોવાપણાને સૂચવે છે. પોતાપણું એટલે કે સ્વત્વ અને સ્વ ગરિમા-સ્વૌરવ-સત્વ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે.