Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
230
અમૃતપાન કરાવી રહ્યાં છે!! આફરીન પોકારી જવાય છે અને હૃદય ધન્ય ધન્ય થઈ જાય છે, તેથી તે આતમમસ્ત અવધૂત યોગીરાજ પૂજ્યપાદશ્રી આનંદઘન મહારાજાને અનાયાસ જ ધન્યવાદ આપી દેવાય છે. કર્તરિ પ્રયોગ નથી કરવો પડતો. કર્મણિ પ્રયોગ થઈ જાય છે. મસ્તક ઝૂકી પડે છે અને અભિવાદન થઈ જાય છે !!
કેટકેટલાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય ત્યારે, કે પછી શુદ્ધિથી આત્મા શુદ્ધતર-શુદ્ધતમ થયો હોય અને અંતરનો ઉઘાડ થયો હોય ત્યારે જ આવી હૃદયસ્પર્શી પરાવાણીની સરવાણીઓ ફૂટતી હોય છે. આપણા ખૂબ ખૂબ અહોભાગ્ય કે આપણને આવી પરાવાણી સાંભળવા અને સમજવા મળી !!! બહુ બહુ પુણ્યરાશિ ભેગી થઈ હોય ત્યારે જ આકાશવાણી જેવી આવી દિવ્યવાણી કાન મારગ થઈ હૈડે પેસે !!!
દર્શન દષ્ટિપાત સાપેક્ષ છે તો સમજણ જ્ઞાન સાપેક્ષ છે.