Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી , 254
ગાથામાં નિષેધાત્મક ઓળખ કરાવવા સાથે ભગવાનના યોગની અબાધિતતાના રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. પ્રભુની પ્રભુતાનું અસ્તિત્વ જે અસ્તિથી છે, કે જેની વર્તમાનમાં આપણને પ્રગટપણે નાસ્તિ છે, એ આપણી નાસ્તિની જ અસ્તિ કરવાની છે-વ્યક્તિ કરવાની છે. પ્રભુમાં જેની નાસ્તિ છે, પણ અજ્ઞાનતા અને કર્મ-પરવશતાએ કરીને વર્તમાનમાં આપણામાં તેની અતિ છે, તે અસ્તિની નાસ્તિ કરવાની છે. ટૂંકમાં પ્રભુમાં જે ગુણો છે, તેવાં જ આપણામાં અંતર્ગત રહેલા ગુણોને પ્રગટ કરવાના છે. અને પ્રભુ જે દોષોથી રહિત થયા છે તેમ વર્તમાનમાં આપણામાં રહેલાં દોષોને દૂર કરીને દોષરહિત થઈ ગુણસંપન્ન બનવાનું છે. જે પોતાનું પોતાપણું એટલે કે જે સ્વભાવ વર્તમાનમાં પોતામાં તિરોહિત છે, તે તિરોહિત થયેલ સ્વભાવનો વિભાવને દૂર કરવા દ્વારા આવિર્ભાવ કરવાનો છે. -
.. पर का कुछ नहिं चाहता, चाहूँ अपना भाव। ... निज स्वभाव में थिर रहूँ, मेटो सकल विभाव ।।
પ્રભુ વીતરાગ એટલે કે રાગ રહિત છે. રાગ રહિત છે એટલે જ દ્વેષ રહિત છે. આવા રાગ-દ્વેષ રહિત ક્યારે થ્રવાય? મદ રહિત થઈએ તો રાગ-દ્વેષ રહિત થવાય. પ્રભુ નિરાભિમાની-નિરહંકારી છે. એમને એમની પ્રભુતાનો કે અનંત-ચતુષ્કમયતાનો પણ મદ નથી. વિશેષભાવ નીકળી જવાથી પ્રભુ નિર્વિશેષ બન્યા છે. પ્રભુ વીતમદ-નિર્વિશેષ કેમ છે? કારણ કે પ્રભુ કલ્પના રહિત નિર્વિકલ્પ છે. પ્રભુને કોઈ વિચાર, સંકલ્પ, વિકલ્પ, જલ્પ નથી. એ બધાં મનના તરંગો છે. જ્યાં મન જ નથી ત્યાં પછી મનના તરંગો તો ક્યાંથી હોય ??? આપણને સવિકલ્પને બધું ક્રમે-ક્રમે કરીને જાણવાનું અને જોવાનું હોય છે. બધું By and by
હિસાબ પતે નહિ ત્યાં સુધી કોઈ કોઈને છોડતું નથી અને હિસાબ પત્યા પછી કોઈ કોઈને માટે ક્ષણભર થોભતું નથી.