Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સૂવિધિનાથજી
નાથજી
302
થયો છે, તો યોગ અવંચક બની પૂરેપૂરી વફાદારીથી, એ યોગનો લાભ લઈ શુભ કરણી કરો ! એમ એઓશ્રી સ્વયંને સંબોધન કરવા સાથે આપણને સહુને સંબોધન કરી રહ્યાં છે.
પ્રત્યેક વસ્તુમાં પોતાનું આગવું વસ્તુત્વ હોય છે. આ વસ્તુત્વ છે તે જ વસ્તુનો સ્વભાવ છે. એનાથી વસ્તુની આગવી ઓળખ ઊભી થાય છે, જે એને અન્ય દ્રવ્યોથી જુદી પાડે છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. આ જ્ઞાન સંસારમાં મલિન થઈ ગયેલ છે. એને નિર્મળ બનાવી પૂર્ણપણે કાર્યશીલ થવા માટે, એ જ્ઞાન જ આત્માને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભાવભર્યા હૈયે શુભ-કરણી કરવાની પ્રેરણા કરે છે. કરણી છે એટલે ક્રિયા છે. તેથી બંધ તો થવાનો જ! પરંતુ તે અવિનાશીના-સુવિધિ જિનેશ્વર ભગવંતના આલંબનથી થતી શુભ-કરણી છે. એનાથી પુણ્યકર્મબંધ થશે પણ તે અવિનાશીના આલંબનથી થતો હોવાથી આત્મહિતકારી થશે.
પોહ ફાટતા બ્રહ્મમુહૂર્તમાં આળસ છોડી નિદ્રામાંથી ઊઠીને, અંગેઅંગથી રોમાંચિત થઈ હૈયાની અત્યંત હોંશપૂર્વક, પરમાત્મા, જિનેશ્વર ભગવંતની પ્રતિમા કે પ્રતિકૃતિ-ફોટાના દર્શન, વંદન કરવાની શુભ કરણી વિધિસર કરવી. શુભકરણી, ધર્મકરણી કરવા માટે સવારના ૪ થી ૭ વાગ્યાનો સૂર્યોદય પૂર્વેનો સમય અત્યંત અનુકૂળ ગણાય છે કારણ કે તે વખતે બધાંય અશુભ અને આસુરી તત્ત્વો શાંત પડી ગયા હોય છે. વાતાવરણ શાંત, શીતળ, આલ્હાદક અને ચિત્તની એકાગ્રતા માટે અનુકૂળ હોય છે.
પ્રભુના દર્શન વંદન પછી “મામિ સવ્વ નીવાળ”ના ભાવથી પ્રતિક્રમણ સામાયિક કરવાપૂર્વક પ્રભુસ્મરણ કરવું. “નમામિ સવ્વ નિખાઈ” એ સૂત્રાનુસારે જિનેશ્વર ભગવંતના ભક્તામર આદિ સ્તોત્રનું પઠન કરવું,
દોષ જીવતા જાગતાં ઊભા રાખીને દુઃખ દૂર કરવાથી દુઃખના ડાળ-પાંખડાં કપાય છે
પણ મૂળ કપાતા નથી.