Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
સિદ્ધદશામાં પર-દ્રવ્યના એક પરમાણુ માત્રની પણ સ્પર્શના નથી. ત્યાં, આત્માનું પૂર્ણ, અડોલ, નિરંજન, નિરાકાર સ્વરૂપ હોય છે. પ્રભુ સાધના કાળમાં કે સાધ્ય અવસ્થામાં ક્યાંય લેપાતા નથી. કોઇ પણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના લેપ વિનાના નિર્લેપ, અપ્રતિબદ્ધ હોવાથી નિરંજન છે. જેમ કમલપત્ર પાણીમાં રહેવા છતાં પાણીથી લેપાતું નથી તેમ પ્રભુ પણ નિર્લેપ રહે છે. પ્રભુની સાધનાકાળની વીતરાગતા સક્રિય વીતરાગતા છે, જ્યારે અરિહંત ને સિદ્ધદશાની વીતરાગતા એ સહજ સિદ્ધ વીતરાગતા છે.
‘“વિ જીવ કરું શાસન રસી’’ ની ભાવના આપની ભીતરમાંથી, તીર્થંકર-નામકર્મના વિપાકોદયના બાહ્ય દશ્યરૂપે ઉભરી રહી હોવાથી, આપનું તીર્થરૂપ પ્રવર્તન સહુ કોઈ જીવોના મોક્ષ માટે છે. આપના પાંચે કલ્યાણકો ત્રણે જગતને સુખકારી છે. અરિહંત વંદનાવલીમાં શ્રીચંદ્ર આપને વંદના કરતાં ગાય છે...
“જે જન્મકલ્યાણક વડે, સૌ જીવને સુખ અર્પતા, એવા.પ્રભુ અરિહંતને, પંચાગભાવે હું નમું.'’
250
જે
નાથ છે ત્રણ જગતના, કરુણા જગે જેની વહે; જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે...”
આવા આખા જગતની ઉપર અપાર કરુણાની વર્ષા કરનાર, માઁ જેવું વાત્સલ્ય વહાવનાર ‘વચ્છલુ’ જ કહેવાય.
નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી.
પ્રભુ, કરુણારસરૂપી જલ વડે સ્વયંભુરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરવાવાળા છે. એનું જીવંત ઉદાહરણ પ્રભુની સંગમ પ્રતિની કરુણા છે. ધર્મહીન રંક હોય કે રાય-ચક્રવર્તી હોય તો તેની પ્રત્યે ભાવદયા ચિંતવનારા અને કરુણાના કરનારા ‘વરછલું’ છે.