Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
348
ગુણસ્થાનક સુધીની જ સ્પર્શના શક્ય હોવાથી પ્રતિપત્તિપૂજા હોતી નથી. પરંતુ પ્રભુજીની પ્રતિપત્તિપૂજા કરવાના ભાવ રાખવાથી અંગપૂજા-અગ્રપૂજાભાવપૂજા ચઢતા રંગે વર્ધમાનભાવે થાય છે. ભવિષ્યમાં પ્રતિપત્તિપૂજા થઈ શકે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગ આવી મળે છે.
દ્રવ્યપૂજાની તન્મયતાથી ભાવવિશુદ્ધિ છે. ભાવવિશુદ્ધિથી ભાવપૂજામાં પ્રભુમયતા છે. પ્રભુમયતાથી આત્મલીનતા છે. આત્મલીનતાથી આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિ છે જે પ્રતિપત્તિપૂજા છે. એ સ્વરૂપ-અભેદતાની નિષ્પત્તિરૂપ પ્રતિપત્તિપૂજા છે. .. “अब्भुट्ठाणं अंजलि आसणदाणं च अतिहि पूयाय ।
નોળોવાર વિખવો તેવપૂયા ચ વિદi li” કોઈ અતિથિ આંગણે પધારતા ઊભા થઈ સામા જઈ અંજલિબદ્ધ પ્રણામ કરવાપૂર્વક એને આવકાર આપવો, આસન પ્રદાન કરવું એ લોકોપચાર વિનયરૂપ લોકવ્યવહાર અર્થાત્ શિષ્ટાચાર છે. દ્રવ્યપૂજા અને સામાન્ય ભાવપૂજાને આવી શિષ્ટાચારરૂપ દેવપૂજા તરીકે ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં જણાવેલ છે. રાગી મટી વીતરાગી થવું એટલે કે વિભાવમાંથી સ્વભાવમાં જવું તેને પ્રતિપત્તિ પૂજા કહી છે, જે પૂજકને પૂજ્ય બનાવે છે.
- ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદે, નહિ કો જડનો યોગ.
- ઉપા. માનવિજયજી મહારાજા આ પ્રતિપત્તિપૂજા એવી છે કે જ્યાં પૂજ્ય પૂજકના ભેદ લય પામી જઈ સમરસતા-અભેદતાની નિષ્પત્તિ થાય છે.
દર્શન મોહનીયના ક્ષયોપશમથી નિર્મળ દષ્ટિ બોઘ છે. યાત્રિ મોહનીયના ક્ષયોપશમથી સ્થિરતારૂપ ગુણ અનુભવન છે.