Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 6
________________ છે. આ જ જીવન ચારિત્ર છે, ચારિત્રની છેલ્લી હદમાં જ પૂર્ણ પરમાત્માસ્વરૂપ પોતાનો આત્મા થઈ ને રહે છે. આ ચારિત્રનું પ્રાપ્તવ્ય છે અને તેની શરૂઆત ઘણા જ નાના પાયા ઉપર આ ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવેલી છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશાસ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે. આ ઉપરથી કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશા-સ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે. આ ઉપર કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. શરૂઆતમાં પોતાના લક્ષ પ્રાપ્તવ્ય સામી આંતરદૃષ્ટિ રાખીને આ ગ્રંથમાં બતાવેલી દરેક ક્રિયા પોતાની યોગ્યતાના પ્રમાણમાં કરવા માટે લાગણીપૂર્વક પ્રયત્ન કરવો. આ ભૂમિકામાં ઘણા અંતરાયો દૂર કર્યા પછી. ઘણી મલીન વાસનાઓ ઓછી કર્યા પછી અને શુભ સંસ્કારનો વધારો કર્યા પછી અપ્રમત્તતાવાળી શુદ્ધ દશામાં પ્રવેશ કરી શકશે. અને સર્વ કર્મનો નાશ તેવી દશા-લાયકાત પ્રાપ્ત થયાથી કરી શકાશે. આ કહેવા ઉપરથી ગ્રંથના અધિકારી કોણ છે તે વાત કહી બતાવી છે. આ ગ્રંથનો ઉદ્દેશ પણ મલીન વાસનાનો ત્યાગ કરવાપૂર્વક સાધકોએ અપ્રમત્ત દશાને લાયક થવું તે જ છે તે બાબતનાં સાધનોનો ઉલ્લેખ આ નાનાંસરખા ગ્રંથમાં બન્યો તેટલો કરવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 220