Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 10
________________ આચારને દર્શાવતું વિવરણ એટલે શ્રી દશવૈકાલિક સૂત્રનો સરલ, સુંદર અને સુગમ ભાષામાં ભાષાંતર કરેલ છે. ત્યારબાદ દેશ વિરતિના આચારને દર્શાવતા આ ગ્રંથનો (ગૃહસ્થધર્મનો) આલેખન કરેલ છે. લેખક શ્રીની શૈલી બહુ જ મનોહર, સરલ તથા શીધ્ર બોધ આપનારી હોવાથી વાચક વર્ગને અત્યંત ઉપયોગી છે. આ ગ્રંથમાં શ્રાવકોના ૧૨ વ્રત, આચાર તથા વ્રતોને લાગતાં અતિચારોનો સુંદર વર્ણન કરેલ છે. આચાર પરિચય, દોષ ક્ષય, આચાર શુદ્ધિ આદિ અનેકવિધ ઉપયોગી આ ગ્રંથની અત્યાર સુધીમાં શ્રી કમલ કેશર ગ્રંથમાલાએ અનેક આવૃત્તિઓ બહાર પાડીને ભવી જીવોના જીવનમાં વિશિષ્ઠ પ્રકાશ પાથરેલ છે. તેની ઉપયોગીતા તથા ઉપાદેયતાનો ખ્યાલ રાખીને પૂ. ગુરૂદેવશ્રીએ શ્રી કેશર ચંદ્ર-પ્રભવ ગિરિવિહાર ગ્રંથમાલાના માધ્યમથી આ ગ્રંથ પુનઃ પ્રકાશિત કરેલ છે. તે સહુ કોઈ ભવી જીવો આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય કરી આચાર શુદ્ધિ વડે સ્વ-પરના હિતને સાધીને શીધ્ર સિદ્ધિને પામે એજ મંગલ કામના સાથે. પૂજ્ય પાદ શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. નો પાદ પઘરેણું મુ. વિજ્ઞાન પ્રભ વિજય.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 220