Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 5
________________ ઓ આ સ સમ્યક્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થાય છે, છતાં પણ તે રાજમાર્ગ નથી. સર્વ કોઈને એમ જ થાય તે નિર્ણય કરી શકાય તેમ નથી. ઘણાઓ આ સમ્યક્દર્શન જ્ઞાન વિના દેશથી કે સર્વથી ચારિત્ર પાળીને થોડો વખત દેવ મનુષ્યાદિનો વૈભવ ભોગવીને નરક નિગોદમાં ગયેલા શાસ્ત્રોમાં બતાવ્યા છે. અર્થાત્ સમ્યક્દર્શનજ્ઞાન વિનાનું ચારિત્ર ભવભ્રમણના હેતુભૂત થાય છે. અહીં કહેવાનું રહસ્ય એ છે કે ખરેખર યોગ્યતા વિનાનું ચારિત્ર તે પરિણામે દુઃખરૂપ થાય છે, ત્યારે ખરી યોગ્યતાવાળું થોડું પણ ચારિત્ર મહાન આત્મસંપત્તિના, આત્માનંદના હેતુભૂત થાય છે. આ યોગ્યતા તે આત્મા અને જડ પદાર્થને સમ્યક્ રીતે સમજીને, દરેકના પૃથક પૃથક્ સ્વભાવનો નિશ્ચય કરીને આત્માએ જ ગ્રહણ કરવા યોગ્ય છે એમ જાણીને, તેને જ સંપૂર્ણ પ્રીતિનું પાત્ર બનાવવો તે છે તથા તેના સિવાય દુનિયામાં કોઈ પણ પ્રાપ્તવ્ય નથી. અધિક પ્રીતિનું સ્થાન કોઈપણ નથી. વ્હાલા પ્રેમપાત્રના વિયોગથી જેમ પુરુષ કે સ્ત્રીઓ તેને દર ક્ષણે યાદ કરે છે, તેને માટે ઝૂરે છે, અને પ્રીતિની અધિકતાને લઈ સર્વ વસ્તુમાં તેને નિહાળે છે, તેને જ જુએ છે તેમ તે યોગ્યતાવાળો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપ આત્માને પ્રગટ કરવા માટે દુનિયાના બધા પદાર્થો તરફથી મનને ખેંચી લઈ એક આત્મા સન્મુખ મનના પ્રવાહને જોડી દઈ પ્રત્યેક ક્ષણે તેને જ સંભારવો, તેને માટે ઝુરવું અને સર્વ દેશ કાળમાં તેને જ નિહાળવો; તન્મય થવું. આવો વિચાર જયારે હ્રદયમાં શુદ્ધ આત્મા માટે જાગે છે ત્યારે ખરેખર આત્મસ્વરૂપ પ્રાપ્તિની યોગ્યતા આવે છે અને પછી તેને માટે જે જે પ્રયત્નો; પ્રવૃત્તિ કરાય છે તે તે સર્વમાંથી આત્મા જ ઉન્નત ભાવનો પામતો અને પોતે જ તે પવિત્રતા શુદ્ધતાના સ્વરૂપે બનતો અનુભવાય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 220