Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 7
________________ ક્રમ એવો રાખવામાં આવેલ છે કે ગૃહસ્થોએ પ્રાતઃકાળમાં જાગૃત થતાં જ નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું. તે સ્મરણના ઉત્તમ, મધ્યમ, જઘન્ય ભેદો બતાવ્યા છે. પોતાના કર્તવ્યસંબંધી વિચારો કરવાનું સૂચવ્યું છે. ઉમેદવાર અને વ્રતધારી માટે પ્રતિક્રમણ (આવશ્યક) કરવાનું બતાવ્યું છે. દેવદર્શન કરવાનો વિધિ સમજાવ્યો છે. ઉપાશ્રય જવાનો હેતુ વિધિ અને વ્યાખ્યાન શ્રવણના હેતુઓ દર્શાવ્યા છે. શ્રવણના ફળરૂપ વિરતિ માટે ગૃહસ્થધર્મના બાર વ્રતો બતાવ્યા છે. સુંદર રહસ્યો સાથે અષ્ટપ્રકારી પૂજા અને દેવમંદિર સંબંધી વિધિ કહી છે. આ પ્રસંગે અશક્ત અને જરૂરિયાતવાળા પ્રસંગને | ઉદ્દેશીને માનસિક પૂજા કરવાનું જણાવ્યું છે તે સાથે ભાવપૂજાના | સંબંધમાં શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનું ભાવપૂજા વિશે એક અર્થ સાથે સ્તવન આપેલ છે. ત્યાર પછી રાક્ષસી, માનવ અને દેવી ભોજનનો વિધિ બતાવ્યો છે. ભક્ષ્યાભઢ્યનો વિવેક પણ સાથે કહ્યો હી છે. બપોરના નવરાશના વખતે ઘરના આગેવાન ગૃહસ્થ પોતાના કુટુંબને ઉદ્દેશીને વિવિધ પ્રકારની હિતશિક્ષાઓ આપવી અને વિવિધ સદ્ગુણો પોતામાં ખીલવવા તે સંબંધી કેટલીક શિખામણો અને સદ્ગુણોની દિશા બતાવી છે. ત્યાર પછી દૈવ ઉપર આધાર રાખી બેસી ન રહેતાં ધન કમાવવાનો પ્રયત્ન કરવાનું સૂચન કરેલ છે. અને છેવટે સંધ્યા વખતની ક્રિયા નિદ્રાવશ થાય ત્યાં સુધીની બતાવી છે. [ આ પ્રમાણે બતાવીને નિત્યનું કર્તવ્ય સમાપ્ત કરેલ છે. ત્યાર પછી કાયમના કર્તવ્ય તરીકે ગર્ભની શરૂઆત થાય ત્યારે ગર્ભવાળી સ્ત્રીઓએ કેવા નિયમો પાળવા ? કેવા વિચારો કરવા ? તે પ્રસંગે પતિનું કર્તવ્ય, બાળકોને ઉછેરવાની સમજ, માતા પિતાની બાળકો પ્રત્યેની ફરજ , સાસુઓની વહુ પ્રત્યે ફરજ, વહુઓની સાસુ તથા કુટુંબ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 220