Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રત્યે ફરજ, સ્ત્રીઓનો પતિ પ્રત્યેનો ધર્મ, પત્નીઓની પતિ પ્રત્યે ફરજ, છોકરાઓની માબાપો પ્રત્યેની ફરજ વગેરે બતાવી ગૃહસ્થાશ્રમ કેમ સુખરૂપ વ્યવસ્થાસર ચાલે તે બતાવ્યું છે. ત્યાર પછી પરમાર્થ તરફ પ્રવૃત્તિ કરાવવા ગૃહસ્થોએ પોતાના દ્રવ્યનો સાત ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગ ખરચ કરવો તે બતાવ્યું છે. સાધારણ દ્રવ્યની જરૂરિયાત અને ખરા સ્વામીવચ્છલને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તીર્થયાત્રાએ જવાનો ઉદ્દેશ અને ત્યાં જઈ શું કરવું તે બતાવ્યું છે. છેવટની અંતિમક્રિયા બતાવી, કાળજ્ઞાનથી પોતાના આયુષ્યનો નિર્ણય કરી ખરી સમાધિવાળી સ્થિતિમાં આ મદદગાર મિત્ર-દેહનો ત્યાગ કરવાનું બતાવી ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે. આ દેશચારિત્ર પાળીને આગળ વધવા ઇચ્છનારને માટે ત્યાર પછી સમ્યક્દર્શન અને ધ્યાનદીપિકા નામના ગ્રંથો લખવામાં આવેલ છે તે સાધનો દ્વારા તે પછીની ભૂમિકામાં આગળ વધવું એ સાધકોને ભલામણ કરવામાં આવે છે. આ ગ્રંથ પેથાપુર નિવાસી મહેતા શકરચંદ કાલીદાસની પ્રેરણાથી લખવા માંડયો હતો પણ બીજા કેટલાક કારણસર આ ગ્રંથ છ વર્ષ સુધી અધૂરો જ રહી ગયો હતો. જે આ ઓગણીસો બહોતેરના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ ક૨વામાં આવ્યો છે. આ ગ્રંથને લખનાર અને વાંચનાર બન્નેને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવે છે. વિક્રમ સંવત ૧૯૭૩ ના પોષ સુદ ૧ સોમવાર. લિ. પં. કેશરવિજયજી ગણિ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220