________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
-**-રિક. જનકર
કક પ્રમાણુ ટીકા રચી છે જે “પાઈ ટીકા’ નામથી પ્રસિદ્ધ છે. શ્રીઉત્તરાધ્યયનની બૃહદવૃત્તિની પ્રશસ્તિમાં તેઓ પિતાને થારાપઢીય ગુરછ જે વડગાછિની શાખા છે) ના બતાવે છે. મહાકવિ ધનપાલ કૃત તિલકમંજરીનું સંશોધન તેઓએ કયું* હતું. વિ. સં. ૧૧૧૧ માં કાન્હડ નગરમાં પૂજ્યપાદ આચાર્યશ્રીને સ્વર્ગવાસ થયે.
આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં ૫૧ આર્યા છંદમાં બનાવેલ છે. તેની ઉપર વિ. સં', ૧૬૧૦ માં પાઠક રત્નાકર બૃહદવૃત્તિ રચી અને વિ. સં. ૧૭૫૦ માં શ્રી ક્ષમા કલ્યાણ કે લઘુવૃત્તિ બનાવી છે.
श्री नवतत्व प्रकरणम् । પ્રસ્તુત પ્રકરણ એ જન દર્શનના જ્ઞાનને ચાર અનુયેગે પૈકી પ્રથમ દ્રવ્યાનુગ વિભાગને અંશ છે. નવતત્વના વિષય ઉપર જુદા જુદા અનેક મહાપુરુષોએ ટીકાએ કરેલી છે.
શ્રીનવતત્વ ઉપર પ્રાચીન વિદ્વાને અવચૂરી લખેલ છે. આ અવચૂરીનું સંસ્કૃત એવું તે સરળ અને રસીક છે કે, આ પ્રકરણનું પ્રાથમિક અધ્યયન કરનારને ઉલ્લાસ સાથે કંઠસ્થ કરવાની જિજ્ઞાસા થાય તેવું છે. શ્રીનવતરનના વિશાળ જ્ઞાનરૂપ સાગરમાં પ્રવેશ કરવાને પ્રસ્તુત અવચૂરી “નૌકા' રૂપે લાગવાથી મૂળ તથા અવચૂરી સાથે આપવામાં આવેલ છે.
પ્રસ્તુત પ્રકરણમાં જીવાદિ નવતત્વનું સુવિશદ શૈલીમાં વિશેષ રૂપે સુંદર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તેમજ
નિઝર કરવા
-*-
-
Ru ?? |
For Private and Personal Use Only