Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 142
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ છે. ભાવસ્મરણ એટલે નિજ શુદ્ધ આત્માનું, અને દ્રવ્યસ્મરણ એટલે આ જીવ પોતે પૂર્વે કયાં હતો તે, તે બંનેનું જ્ઞાન છે. એ તો ભગવતીસ્વરૂપ છે, ભગવતી બેન છે. ૧૨૨ ** શ્રી કુંદકુંદ-આચાર્યદેવ વિદેહમાં ગયા હતા તેના કોણ સાક્ષી છે? સાક્ષી આ ચંપાબેન બેઠાં છે તે છે. ** બેનની ગંભીરતા તો જુઓ! બેનના બોલ (વચનામૃત ) બહુ ગંભીર છે. બેનને તો કયાં બહાર પડવું છે? માંડ બેનનું પુસ્તક બહાર આવ્યું. બેનનું પુસ્તક તો બહુ સરસ ! બહુ સરસ ! અધ્યાત્મની રુચિ હોય તેને માટે તો બહુ સરસ. આવું કયારે બહાર આવે! બેનને તો વિચાર નહોતો ને બહાર આવી ગયું. જગતનાં ભાગ્ય છે! ** (તા. ૨૬-૮-૭૨ ) બેનનો આત્મા તો મંગળમય છે, ધર્મરતન છે. હિંદુસ્તાનમાં બેન જેવાં અજોડ સ્ત્રીઓમાં કોઈ છે નહિ, અજોડ રત્ન છે. બાઈઓનાં તો મહાભાગ્ય છે કે આવું રત્ન મળ્યું છે. ** (તા. ૧૭–૩–૭૩) આ બેનની તો લાઈન જ જુદી છે. એમનો વૈરાગ્ય, જાતિસ્મરણજ્ઞાન, એમની દશા-બધું જુદું જ છે. એમને કયાં કોઈની પડી છે! કોઈ વંદન કરે કે ન કરે, એ કયાં કોઈને Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166