Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 161
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ અધ્યાત્મ-અમૃતસરિતા લઈને તે પ્રસંગોમાં ઊભું રહેવાય છે, પરંતુ ઉપયોગ ત્યાંથી પાછો વળે છે. જે કાળે અસંગદશાએ એકાંતવાસમાં મુનિવરો વિચરતા હશે તે કાળને ધન્ય છે. આ કાળે, આ ક્ષેત્રે આપણા જન્મ તે કેટલાંક સાધનોની દુર્લભતા બતાવે છે; તો પણ અસીમ ઉપકારી, અપૂર્વવાણીપ્રકાશક, અપૂર્વ એવા કહાનગુરુદેવ આ કાળે મળ્યા છે તે મહાભાગ્ય છે. તેમને કારણે આત્મસાધનાની સુલભતા છે. જયારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સ્વરૂપસાધક આત્માઓનો સમાગમ થવારૂપ પરિણમશે ત્યારે તે પ્રાપ્તિ થવારૂપ યોગ બનશે. જ્યાં પૂર્ણતા નથી ત્યાં દેવ, ગુરુ અને તેમની વાણી તરફનો પ્રશસ્તભાવ આવ્યા વગર રહે નહિ. -૧૯૯૧ ... જે સર્વ સંયોગોનો સાક્ષી છે તેને આવા સાધારણ પ્રસંગ શા હિસાબમાં છે? તો પણ સાક્ષીપણાની પૂર્ણતા નહિ હોવાથી અપૂર્ણતા હોવાથી કોઈ કોઈ વાર વિભાવરૂપ રાગદ્વેષની પરિણતિમાં ઉપાધિનો બોજો લાગી આવે છે. -સર્વથા સર્વ પ્રકારે તીવ્રતાએ નિવૃત્ત સ્વરૂપને ઈચ્છનાર (સર્વથા સર્વ પ્રકારે તીવ્રતાએ સમાધિસ્વરૂપને ઈચ્છનાર) –૧૯૯૨ * * Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166