Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 7
________________ શ્રમણ સંસ્થાના સંયમ દેહમાં સંયમ અને સિદ્ધાન્તનાં જોમ પૂર્યા. શ્રાવક સમુદાયને સમજદારી-વફાદારી-જવાબદારીથી વીર્યવંત કર્યો. સમાજશાસન અને સિદ્ધાન્તનું એક પણ પાસું એમનાથી અસ્પૃશ્ય નથી રહ્યું. વિનય-વિવેક અને વિક્રમ, અહિંસા-સંયમ અને તપ, આજ્ઞા-આદર અને આચાર, સત્ય-સમાધાન અને સમાધિ, શ્રદ્ધા-સ્નેહ અને સમર્પણ સિદ્ધાન્ત સમાચાર અને સંસ્કૃતિ માત્ર ભાવના થઈને નથી રહ્યાં, પણ જીવનમાં પૂરા ઊતર્યા આમ જોતાં સાગરજી મ. એક અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ હતી એવી અનુભૂતિ થયા વિના રહે નહિ. આ વિભૂતિ ૫૦ વર્ષ પહેલાં સમાધિના મહામાર્ગે પોતાના જીવનની સંપૂર્ણ સફળતાનો સાક્ષાત્કાર કરાવી ગઈ. શાસનને જ નહિ, આર્ય-સંસ્કૃતિને પણ એક મહાસિદ્ધિ મળી. શાસનના સાગરજી સુરતના સાગરજી-આગમના સાગરજીના નામે. જે આખા દેશમાં વિચરી. એમના જનમથી કપડવંજ જાજરમાન બન્યું. એમના વિચરણથી કેટલાય પ્રદેશો પૂજ્ય થયા. એમના પદાર્પણથી પાલિતાણાની પાવનતા-પ્રસિદ્ધિમાં વેગ મળ્યો. એમના મહામૃત્યુથી સુરત એક સમાધિ તીર્થ બન્યું. આપ ચરણે હૃદયના ભાવથી નાની શી સ્તુતિ અંજલિરૂપે મૂકી અમ સહુને કૃતાર્થ થયાનો ભાસ થયો. એકજ પ્રાર્થના આપશ્રીએ લખીને લખી આ મસ્તક ઢાળી. - હું આપના જેવો ન થાઉં તો કાંઈ નહિ, આપનો તો થાઉં - સાગરજી ન થાઉં તો કાંઈ નહિ, સાગરજીનો તો થાઉં - આગમનો પારગામી ન થાઉં તો કાંઈ નહિ, આગમનો પરિચયગામી તો થાઉં. આપની વર્ણનયાત્રામાં ઘણાં ડગ માંડી શકાય, પણ વધુ લખવાનું મારું ગજુ નહિભેજુય નહિ. વંદના આપની સમસ્ત યાત્રાના ચરણને. આ નાનો સો ગ્રંથ આપની યાત્રાને સમર્પણ. જે આપના કૃપા પ્રસાદને જ આભારી છે. “ઇતિ અપૂર્ણ...”

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100