Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
તે મહાપુરુષ એટલે પ્રાતઃ સ્મરણીય, આગમોદ્ધારક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ આનંદસાગરસ ૨ીશ્વર જી મહારાજસાહેબ જેઓ આબાલવૃદ્ધ સહુની જીભે “પૂ. સાગરજી મહારાજ'ના લાડીલા નામથી સુપ્રસિદ્ધ બન્યા હતા.
આ પૂજ્ય-પુરુષે છ સ્થાનોમાં કરેલી સાત સામૂહિક વાચનાઓમાં છવ્વીસ આગમ-ગ્રંથોની વાચના કરી હતી. (જેની નોંધ સાથેનાં પૃષ્ઠો ઉપર મુદ્રિત છે.)
વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પૂર્વોક્ત પાંચ સ્થાનોમાં પૂજયપાદ સાગરજી મહારાજે સ્થાનિક સંઘોના આગ્રહથી સાત વાર આગમ-વાચનાઓ આપી, જેનો વિશાળ ચતુર્વિધ શ્રીસંઘે અપૂર્વ ઉલ્લાસ સહિત ઉમંગપૂર્વક લાભ લીધો. આ આયોજનમાં ૨૬ આગમોના લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોક-પ્રમાણ વાચનાઓ સંપન્ન થઈ.
આ પ્રમાણે પરમાત્મા મહાવીર સ્વામીજીના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે પૂજ્ય શ્રી દેવર્કિંગણી ક્ષમા-શ્રમણે છઠ્ઠી જે આગમ-વાચના કરી હતી, ત્યાર બાદ લગભગ દોઢ હજાર વર્ષ જેટલા સુદીર્ઘ સમય બાદ આ વાચનાઓ થવા પામી.
ભવ્ય જીવોને અતિ વિષમ દુઃષમા આરાના કુટિલ દુષ્પ્રભાવમાંથી ઉગારનાર અનુપમ આગમ-સાહિત્યને સુરક્ષિત રાખનારા અખિલ શ્રમણ-સંઘમાં જ્ઞાન-વૃદ્ધિ કરવાના શુભ હેતુસર સામુદાયિક વાચના કરનારા, પરમ-સૌભાગ્યશાળી, મહાપુરુષ, પ્રાતઃ સ્મરણીય, જગમશહૂર, શુભ પ્રતિષ્ઠાદાયક “આગમોદ્ધારક” બિરુદથી શોભતા, આગમાવતાર, આગમધર-બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબના જેટલા ગુણાનુવાદ કરીએ તેટલા ઓછા છે.
આ પરમતારક, પરમારાધ્યપાદ પુણ્યપુરુષે જીવનભર ત્રિકરણ યોગે આગમની ઉપાસના કરી હતી. તેમની તન્મયતા અવિરત શ્રુતોપાસના અભિનંદનીય અને અભિવંદનીય હતી.
આગમની સરગમ
૧૫

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100