Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 22
________________ સાચવવામાં અનેક અંતરાયો પણ ઊભા થતા રહેતા. વળી, જિનવાણીને મુખપાઠ રાખનારા મુનિવરોની સંખ્યા પણ ઓછી થતી જતી હતી. આ બધી બાબતોને નજરમાં રાખીને અને પાટલીપુત્રમાં થયેલી આગમ-વાચના ને ખ્યાલમાં રાખીને સમ્મતિએ આગમ-વાચના કરાવવાનો મનોરથ સેવ્યો. સમ્મતિ રાજાએ પૂ.આ.શ્રી સુહસ્તિસૂરિજી મહારાજને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ વિનંતીનો સ્વીકાર કર્યો. અને પૂ.આ.શ્રી સુહસ્તિસૂરિ મ.ની અધ્યક્ષતામાં શ્રમણસંઘ એકત્રિત થયો અને બીજી આગમ-વાચના સમ્પન્ન થઈ. ( આ વાચનાનો ચોક્કસ સમય ઉપલબ્ધ થતો નથી, પરંતુ આ. શ્રીસુહસ્તિસૂરિજી મ.નો જન્મ વીર નિર્વાણ સં. ૧૯૧માં થયો છે. દીક્ષા વી. સં. ૨૧પમાં, યુગ પ્રધાનપદ ૨૪પમાં, અને સ્વર્ગવાસ વી. સં. ૨૯૧માં છે અને તેમના યુગપ્રધાનપદનો કાળ વીર . ૨૪પથી૨૯૧નો હોય એમ લાગે છે. એ દરમિયાન ઉપર્યુક્ત આગમ-વાચના થયાનું સંભવિત છે. શ્રીનંદીસૂત્રમાં જેમના પુણ્ય નામનો ઉલ્લેખ પૂ.આ.શ્રી દેવવાચક ગણિવરે કરેલ છે... તે પૂજ્ય હિમવંત ક્ષમા-શ્રમણના જીવન-પરિચયને દર્શાવનારા શ્રીહિમવંત-સ્થવિરાવલિ ગ્રંથમાં આ વાચનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ આ વાચના અંગેનું સમર્થન વીર નિર્વાણ સંવત મીર જૈન વાન-ળના ગ્રંથ, જૈન પરંપરાનો ઇતિહાસ (લેખક : ત્રિપુટી મહારાજ) તથા સમ્રાટ ખારવેલના જીવન-ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. કે આ વાચનાનું નામ “આગમ-સંરક્ષણ વાચના” હોય એમ લાગે છે, કેમ કે રાજ્યોમાં થયેલી ઊથલ-પાથલો દરમિયાન આગમોના પઠન-પાઠનમાં ઘણી અવ્યવસ્થાઓ ઊભી થઈ હતી. તેનું નિવારણ કરવા માટે સમ્રાટ સમ્મતિએ આ વાચના કરાવ્યાનો ઉલ્લેખ તત્સંદર્ભિત વર્ણન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ત્રીજી આગમ-વાચના: સમ્રાટ સમ્મતિ જિનધર્મના દઢ અનુરાગી હતા. પરમાત્માના પરમ ભક્ત હતા. પ્રભુ વીરની વાણી (જિનાગમો)ની મહત્તા પ્રસાર-પ્રચાર પામે તેવા શુભાશયથી તેમણે આગમવાચના કરાવી. ઉપરાંત, દૂર-સુદૂરના પ્રદેશોમાં વિચરતા શ્રમણોનો આગમ-અભ્યાસ નિયમિતપણે ચાલુ રહે તેવા અનેક આયોજનો પણ તેમણે કર્યા હતા, પરંતુ તેમના સામ્રાજ્ય પછીનાં થોડાં વર્ષોમાં રાજ્ય-ક્રાંતિ ( રાજ્ય-ફેરફાર) થઈ. તેમાં એવો જબ્બર ધક્કો લાગ્યો કે જિનાગમની રક્ષા અતિ દુર્લભ બની. મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્પમિત્ર રાજદ્રોહી બન્યો અને પટણાની રાજગાદી પર ચઢી ગયો. રાજા બની ગયો. સમ્રાટ સમ્મતિએ અથાગ પ્રયત્નો કરીને જિનધર્મની જે પ્રભાવના કરી હતી... તેને તે સાંખી ન શક્યો. તેણે જૈન શ્રમણોના શિરચ્છેદ કરાવીને કાળો કેર વર્તાવી દીધો. જૈન સાધુઓને પોતાના પ્રાણ બચાવવા મુશ્કેલ બની ગયા, તેથી જૈન શ્રમણો ગમે તેમ કરીને એકદમ કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કારણ કે કલિંગ મગધની સત્તા બહારનો દેશ હતો. કલિંગના રાજા હતાઃ મહામેઘવાહન મહારાજા ખારવેલ. તેઓ પરમ જૈન શ્રાવક હતા. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100