Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 10
________________ આમ, આ ત્રિદિવસીય આયોજન તો પૂર્ણતાને વર્યું, પરંતુ ખરેખરું આયોજન તો ભાદરવા વદ-૧થી શરૂ થયું હતું. પૂજય સાગરજી મ. આગમોના વાસ્તવમાં ઉદ્ધારક હોવાથી આગમની જાણકારી મળે તેવું કંઈક થવું જોઈએ. આ વિચાર આવતાં એક સુંદર યોજના ઘડાઈ કે પંદર દિવસમાં ૪૫ આગમનો સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવે અને એ પણ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રીઓના વરદ મુખે! આ માટે પન્નારુપા ધર્મશાળામાં ઐતિહાસિક અને ભવ્યતા ભરપૂર ચોમાસું કરાવનાર ઝવેરી પ્રવીણચંદ્ર રતનચંદ્ર રાજા પરિવારના હિમાંશુભાઈએ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજયશ્રીઓને નિયત કરેલા દિવસે નિયત કરેલા આગમની સંક્ષિપ્ત પરિચય વાચનાદાન કરવા વિનંતી કરી અને આ ચોમાસાની સૌથી મોટી ઉપલબ્ધિ હતી, સર્વસમુદાયો વચ્ચેની એકાત્મતા. એથી લગભગ તમામ પૂજ્યશ્રીઓએ સહર્ષ સંમતિ-પ્રદાન કર્યું. પરિચયવાચનાનું સ્થળ શ્રી પન્નારુપા ધર્મશાળા હતી, આથી એના વિશાળ પ્રવચન હોલને પૂજય વડીલબંધુ આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિજી તથા મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજીના માર્ગદર્શન અનુસાર શણગારવામાં આવ્યો હતો. મુખ્ય પાટ પર કમલાકાર સિંહાસન વચ્ચે પંચધાતુમય પંચમગણધર શ્રી સુધર્મા સ્વામીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. બરાબર એની નીચે જેઓશ્રીની સ્મૃતિનિમિત્ત આ આયોજન થયું હતું એવા પૂજ્ય પરમ આગમોદ્ધારક સૂરીશ્વરજી મ.નું તૈલચિત્ર સ્થાપિત કરાયું હતું. એની ડાબી-જમણી બાજુ શણગારેલી સીડીઓ ઉપર પવિત્ર ૪પ આગમ પધરાવવામાં આવ્યા અને એ મંડપના ઉપરના ભાગે ૪૫ આગમોનો પરિચય આપનારા ૩ ફૂટ X રો ફૂટનાં ૪૫ ચિત્રો રજૂ કરવામાં આવેલાં. ડાબી બાજુ સિદ્ધગિરિરાજ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિકૃતિ તથા જમણી બાજુ આગમવિશારદ પંન્યાસ પ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.ની પ્રતિકૃતિ લગાવવામાં આવી હતી. - આ આગમ-પરિચય-વાચના બહુમાન અને આદરભાવપૂર્વક થાય એ માટે એવી રીતે અજમાવી હતી કે આજે જે આગમનો પરિચય આપવામાં આવે એ વહોરાવવાની ઉછામણી આગલા દિવસે બોલાવવામાં આવતી. ઉછામણી બોલનાર ભાગ્યશાળી આગલા દિવસે સાંજે એ આગમને વાજતે-ગાજતે પોતાને ત્યાં લઈ જતાં, સાથે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100