Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 14
________________ આ ઉપરાંત પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં સમયે સમયે થઈ ગયેલી મહાન છે વાચનાઓની વિગત જે પરમ તારક પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મહારાજે ‘આગમ-વાચના' નામની બુકમાં વિસ્તારથી વર્ણવી છે એ વિગત તથા પરમવંદનીય પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સ્વજીવનમાં આપેલી સુવિશાળ સાત વાચનાઓ ક્યાં અને કેવી આપી એનું વર્ણન પણ અહીં સમાવ્યું છે અને એ પછી અમારા પરમતારક પંન્યાસપ્રવર પૂજય ગુરુદેવ શ્રી અભયસાગરજી મહારાજે પણ પોતાને વારસામાં મળેલી વાચનાની પરંપરા જાળવી હતી એનું પણ મને ઉપલબ્ધ થયેલું વર્ણન અહીં વિકસિત કરવામાં આવ્યું છે. ( આગમ-પરિચય-વાચનાને પ્રસ્તુત કરનાર આ પુસ્તકના પ્રકાશનમાં સુવિનેય મુનિ શ્રી વિરાગચંદ્રસાગરજી, મુનિ શ્રી મેઘચંદ્રસાગરજી, મુનિ શ્રી આનંદચંદ્રસાગરજી તથા આત્મીયસખા શ્રી ધનંજયભાઈ પંડિતે સાત આગમવાચનાના લખાણને બહુ સરળ અને સુગમ રીતે તૈયાર કરી આપ્યું છે તેઓનો પણ સહયોગ સંસ્કૃત્ય બની રહે છે. પ્રિન્ટ વિઝનના માલિક શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાએ આ પુસ્તકને ખંત અને ઔદાર્યથી તૈયાર કર્યું છે. તેઓનો આત્મીયભાવ પણ સ્મરણીય બને છે. ગુરુવરચરણલીન હેમચન્દ્રસાગર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100