Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 51
________________ મધ્ય રહેલો એવો અશ્વ એને કાબૂમાં લેવો મુશ્કેલ થાય છે તેમ ઇન્દ્રિય રૂપી અશ્વો કાબૂમાં લેવા મુશ્કેલ હોય છે. (નિયંત્રણમાં) કાબૂમાં આવે એવા નથી, પણ તેને નિયંત્રણમાં લાવવા જોઈએ તેમ જણાવ્યું છે. અઢારમા સુષુમા” અધ્યયનમાં લોભથી દુ:ખ અને તેના ત્યાગથી સુખ એમ સમજાવ્યું છે અને ઓગણીસમાં પુંડરિક અધ્યયન'માં બહુકાળ સંયમ પાળીને પણ વિરાધક થનાર સંસારમાં રખડે છે તેમજ થોડો કાળ સંયમ પાળી આરાધના કરનાર મોક્ષે જાય છે એમ જણાવ્યું છે. આ રીતે જ્ઞાતાજીના ઓગણીશ અધ્યયનો જુદી જુદી રીતે ઉપમા વડે ઉપદેશ દેનારાં છે. - બીજા શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે. તેમાં ચમરની પાંચ અગ્રમહિષીનાં નામ, બલીન્દ્રની પાંચ અગ્રમહિષીનાં નામ, અસુરેન્દ્ર વર્જીને દક્ષિણના પ૪નાં નામ, અસુરેન્દ્ર વર્જીને ઉત્તરના ૫૪નાં નામે, દક્ષિણ વાણવ્યંતરની ૩ર, અને ઉત્તર વાણવ્યંતરની ૩ર, ચન્દ્રની અગ્રમહિષીનાં ચાર, સૂર્યની અગ્રમહિષીનાં ચાર, શની અગ્રમહિષીનાં આઠ અને ઈશાનની અગ્રમહિષીનાં આઠ એ રીતે દશ વર્ગમાં અધ્યયનો છે. એ રીતે ધર્મકથા અંગનો સાર છે. એ રીતે જ્ઞાતાધર્મકથાઅંગનો સાર જણાવ્યો. ૭. શ્રીઉપાશકદશાંગ સાર भी उपासकदशाग सत्रम ઉપાશકદશાંગ-આમાં ૧૦ અધ્યયનો છે. શ્રી મહાવીર ભગવાનના શાસનમાં થયેલા (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલનીપિતા, (૪) સુરાદેવ, (૫) ચુલ્લશતક, (૬) કંડકોલિક, (૭) સામાયિક વ્રત શદાલપુત્ત, (૮) મહાશતક, (૯) નંદિની પિતા (૧૦) શાલહિપીતા એમ દશ અધ્યયન છે તેમાં દશ શ્રાવકોનો અધિકાર, બાર વ્રતો, શ્રાવકની અગિયાર પ્રતિમાનું વહન, શ્રાવકના પરિગ્રહનું પરિમાણ, ઉપસર્ગ વગેરેમાં સ્થિર રહેવું, ૨૦ વર્ષનો શ્રાવક પર્યાય પાળીને આરાધના કરીને દેવલોકમાં ઉત્પન્ન થવું એ રીતે ઉપાશક દશાંગ સૂત્રનો સાર પૂર્ણ થાય છે. તથિ Íવભાગ વ્રત પષ્ટતપાતષમણd | પૌષધ વ્રત કૃષયવાદવિરમણત અદત્તાદાન વિરમણવ્રત બ્રહ્મચર્યવ્રત દેસાવગાસિક વ્રત અનર્થદંડવિરમણ વ્રત ભૌગોપલૉગવિરમણવતા પરિગ્રધ્રુ વિરમણવ્રત દિશિપરિમાણવ્રત આ ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુના બારવ્રતધારી મુખ્ય દશ શ્રાવક સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. જેમા આદર્શ શ્રાવક જીવનનો બોધ થાય છે. ગોશાલાનો | નિયતિવાદ તેમજ ગોશાલાએ પરમાત્માને બાપેલી મહામાયણ, મહાગોપ, મહાસાર્થવાહ, 'મહાધર્મક અને મહાનિયમિકની યથાર્થ ઉપમાઓનું વર્ણન છે.) આગમની સરગમ ૩૫

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100