________________
સુધીમાં તો માત્ર સામાયિક ઉપર જ વિવેચન ચાલ્યું હતું, પછી જિનપૂજા કેવી રીતે કરવી? એની શાસ્ત્રાધારે સુંદર સમજૂતી આપી હતી. - બપોરે ૧.૩૦થી ૨.૧૫ સુધીમાં અવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિ મ.ની ટીકા વંચાતી અને ૨.૩૦થી ૩.૧૫ પ્રવચન સારોદ્ધાર ગ્રંથ ઉપર વિવેચન થતું અને એ પછી એટલે કે ૩.૧પથી ૪ વાગ્યા સુધીના સમયમાં શત્રુંજય-માહાસ્ય વંચાતું હતું.
એટલે રોજના ચાર ચાર કલાક વાચના ચાલતી. એમાં શ્રોતાવર્ગ પણ સારી એવી ભીડ ઊભી કરતો હતો. આ વાચનાના શ્રવણ માટે ખાસ આગમ-મંદિરમાં ૧૦થી ૧૨ શ્રાવકો રસોડું કરીને રહ્યા હતા. એમાં શેઠ શ્રી અનુભાઈ ચીમનલાલ, શેઠ શ્રી વસંતલાલ ઉત્તમચંદ્ર વૈદ્ય. (ઊંઝા ફાર્મસી) રમણભાઈ ચોકસી-ઊંઝા, રૂપચંદભાઈ મોરબીવાળા આદિએ પણ સારી ઉદારતા દાખવી હતી.
વિ. સં. ૨૦૩૮માં વળી પાછી બે આગમ-વાચના થઈ. એમાં મહા સુદ-પથી જેઠ વદ ૦)) સુધીની વાચનામાં શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપરની હારિભદ્રીય ટીકા પંચાઈ અને બીજા નંબરમાં શ્રી પંચસૂત્ર ઉપરની પણ હારિભદ્રીય ટીકા પંચાઈ.
શેષકાલમાં આ વાચના હોવા છતાં રોજ ૨૦થી ૨૫ સાધુ ભગવંતો ૧૦૦થી ૧૨૫ની સંખ્યામાં સાધ્વીજી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાની પણ સારી સંખ્યા ઉપસ્થિત રહેતી.
આમ તો પાલિતાણાના આ ચોમાસા બાદ પાટણ તરફ પૂજ્યશ્રીએ વિહાર આદર્યો હતો, પરંતુ વલભીપુર આવતાં બી.પી. હાઈ થઈ જતાં ચક્કર આવ્યા. રસ્તામાં જ પૂજ્યશ્રી પડી ગયા. એમાં ડાબા પગે ઈજા થઈ, જેથી ૧ મહિનો વલભીપુરમાં જ રહેવું પડ્યું. એક મહિનાથી વધુ આરામ માટેના રોકાણ દરમ્યાન સંઘ પ્રેરિત થયો અને ઘોઘાના સંઘમાં પધારવા પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી એટલે પૂજ્યશ્રી ત્યાં સંઘમાં પધાર્યા. ઘોઘામાં જ પોષદશમીની આરાધના કરી એમાં વદ-૧૧ના રોજ દીક્ષાના ૫૧મા વર્ષમાં પ્રવેશને અનુલક્ષી આરાધના કરી. એ પછી કામ આવી પડતાં પાછા પાલિતાણા જંબૂદ્વીપ જવું પડ્યું, પછી તો પાટણ જવાનું રદ થયું એટલે શેષકાળમાં વળી વાચનાનો ધોધ વહેવા લાગ્યો.
એ પછી ગિરિવિહારના ટ્રસ્ટીઓની આગ્રહભરી વિનંતીથી ગિરિવિહારમાં ચાતુર્માસ કર્યું. અષાઢ સુદ ૧૧ના રોજ ભવ્યતાપૂર્વક ચાતુર્માસિક પ્રવેશ થયો. ટ્રસ્ટીઓની વિનંતી હતી કે આ ચોમાસામાં વાચનાનું સવિશેષ આયોજન થાય, કેમ કે આવા આગમવેત્તા પૂજયશ્રીનો સંયોગ સાંપડ્યો છે તો એનો પૂરો લાભ ઉઠાવી લેવો અને વળી પૂજ્ય ગુરુદેવશ્રી માટે તો આ મનગમતી વાત હતી એટલે ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ. પતરાંનો વિશાળ શેડ બાંધવામાં આવ્યો અને ખૂબ સારી રીતે સજાવવામાં આવ્યો. આગમ-વાચનામાં લેવાતા આગમ ગ્રંથોના બહુમાન અર્થે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી, એમાં સજાવવાપૂર્વક આગમોને બગીમાં પધરાવવામાં આવ્યા અને અષાઢ વદ-રથી આગમ-વાચનાનો શુભારંભ થયો.
છે. એમાં સવારે ૯.00થી ૧૦.00 શ્રી આચારાંગ સૂત્ર પર વાચના થતી અને ૧૦થી ૧૦.૩૦ સુધી ધર્મ ક્રિયાનાં રહસ્યોની સમજૂતી અપાતી, જેમાં માત્ર સામાયિકના વિષય
આગમની સરગમ