Book Title: Adhar Abhishek Vidhan Author(s): Saumyaratnavijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ પ્રકાશકનો પમરાટ પરમવંદનીય સકળ શ્રી જૈન સંઘમાં અતિપ્રચલિત અને પ્રાચીન-પ્રભાવક કેટલાક અનુષ્ઠાનોમાં અતિસન્માન્ય અને અતિવ્યાપક એવું કોઈ અનુષ્ઠાન હોય તો તે છે - અઢાર અભિષેક વિધાન. અલબત્ત, આ વિધાન સંબંધી અનેક પ્રકાશકો તરફથી વિવિધ પુસ્તિકાઓ ઉપલબ્ધ થાય જ છે, ત્યારે એમાં આ વધુ ઉમેરણ કરવાની શી આવશ્યકતા છે? વળી, દરેક પુસ્તિકામાં કંઈક ને કંઈક બાબતે વિધિનો સામાન્ય તો ક્યારેક મોટો પણ ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે આ નવા પ્રકાશન દ્વારા વળી પાછું કંઈક નવીન શા માટે ? - આ બંને પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર પ્રસ્તુત પુસ્તિકા દ્વારા આપને અવશ્ય મળી રહેશે, એવી અમને આસ્થા છે. શ્રી જિનમંદિર - જિનબિંબાદિની શુદ્ધિ – પ્રભાવવૃદ્ધિ - આશાતનાનિવારણાદિ માટે કરાતા વર્તમાન પ્રચલિત અઢાર અભિષેક વિધાનમાં, પ્રાચીન પ્રતિષ્ઠાકલ્પોક્ત અઢાર અભિષેકને આધારે કેટલીક વિગતો વિચારણીય બની રહે છે. એ સમયે શ્રી જિનશાસનગગનદિવાકર શ્રી પ્રેમભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ પ્રાચીનકૃતોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ. ભ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા.એ અનેક સ્થાનોના હસ્તપ્રતભાંડાગાર અંતર્ગતની ૨૦૦થી પણ અધિક પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓના પ્રત્યક્ષ અભ્યાસ બાદ, તેમાંથી ચૂંટેલી ૨૩ જેટલી હસ્તપ્રતોને આધારે તથા જગદગુરુ અકબરપ્રતિબોધક આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર શિષ્ય સવાઈહીર આચાર્યદેવશ્રી સેનસૂરીશ્વરજી મહારાજા કૃત પ્રતિષ્ઠાકલ્પને મુખ્ય રાખીને પ્રસ્તુત અઢાર અભિષેક વિધાનનું સંપાદન કરેલ છે. પ્રતિષ્ઠાકલ્પોક્ત પ્રાચીન વિધાન કરતાં, વર્તમાન પ્રચલિત અઢાર અભિષેકમાં જ્યાં ફેરફાર આવે છે, તત્સંબંધે સ્વ-પર સમુદાયના વિધિનિષ્ણાત પૂજય આચાર્ય ભગવંતાદિ સાથેની પ્રત્યક્ષ વિચારણાઓ તથા પત્રવ્યવહારો દ્વારા, તેમજ શ્રી અઢાર અભિષેક વિધાન (3) શિલ્પ-વિધિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 78