Book Title: Yogdrushti Samucchay Part 03 Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay Publisher: Divyadarshan Trust View full book textPage 7
________________ જેઓ પ્રત્યેક ધર્મસાધનામાંથી યોગની અનુભૂતિ મેળવી શકતા હોય, તેવા યોગમય બનેલા સાધકો જ આવા વિશિષ્ટ ગ્રંથોના હાર્દને પામી શકે છે, માણી શકે છે, ગુણકર થાય એ રીતે પચાવી શકે, અને એ અનુભૂતિના અત્તરની સુવાસ પ્રવચનાદિ વિનિયોગ માધ્યમથી સર્વત્ર રેલાવી શકે. આગમ-અનુમાન અને યોગાભ્યાસરસથી કહો કે શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાનના માધ્યમથી કહો આ યોગરસાયણ પામી- માણી- પચાવી-ફેલાવી શકાય. અપ્રમત્તસાધનાદ્વારા જેઓએ જીવનની દરેક ક્ષણને અને ધર્મની દરેક પ્રવૃત્તિને યોગરૂપ બનાવી દીધેલી, તેથી જેઓની પ્રત્યેક પળ યોગજીવંત હોવાના કારણે જ આંતરે– આંતરે જૂદા - જૂદા સમયે બનેલા મહત્ત્વના પ્રસંગોથી ગુંથાયેલી બાયોડાટા તૈયાર કરવી પ્રાયઃ શક્ય નથી, એવા યોગરહસ્યમનીષી ન્યાયવિશારદ ભવોદધિત્રાતા પૂજ્યપાદ પરમગુરુદેવશ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજને આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ અત્યંત પ્રિય હતો. વર્ષો સુધી એના રહસ્યાર્થો પર ચિંતન – મનન કર્યું. પછી યોગેચ્છુક ભવ્યાત્માઓ આ ગ્રંથના રહસ્યને પામી સાચી યોગસાધનામાં આગળ વધે, એવી શુભભાવનાથી સરળ-પ્રવાહી અને છતાં તત્ત્વચિંતનોના મોતીઓથી પરોવાયેલી શૈલીમાં પ્રવચનો કર્યા. એ પ્રવચનોનો કેટલોક ભાગ યોગદૃષ્ટિસમુચ્ચય ભાગ-૧, ભાગ- ૨ તરીકે પ્રકાશિત થઇ ચૂક્યા છે – લોકચાહના મેળવી ચૂક્યા છે. તેઓશ્રીએ આપેલા પ્રવચનોનો પછીનો અમુક ભાગ પ્રકાશિત થવો બાકી હતો. યોગેચ્છુક, અને પૂજ્યશ્રીના અનુભવરમ્યશૈલીના ગ્રંથોના વાંચનેચ્છુક વર્ગની એમાટેની માંગ સતત વર્ધમાનભાવે આવતી રહેતી હતી. - કો‘ક અકલ્પ્યક્ષણે પૂજ્યપાદ પરમોપકારી, સિદ્ધાંતદિવાકર તત્ત્વમાર્ગે પૂર્વાચાર્યોની યાદ અપાવી દેતી પ્રતિભાના સ્વામી ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાનો મારાપર આદેશ આવ્યો કે ‘આપણા પરમ તારક ગુરુદેવશ્રીના યોગદૃષ્ટિસમુચ્ચય અંગેના અપૂર્ણ રહેલા કાર્યને તમે પૂર્ણ કરો.’ મેં એ પત્રનું સરનામું ફરીથી જોયું - કદાચ બીજા કો’- મહામુનિનો પત્ર મારા પર આવી ગયો હશે ! સરનામું તો બરાબર હતું. મેં પત્રની શરુઆત જોઇ - મને જ ઉદ્દેશીને હતી. મેં મને ચીમટી ભરી, ‘હું જાગું છું’ એની ખાતરી થઇ. હવે મુંઝાણો ! કિંકર્ત્તવ્યમૂઢ બન્યો ! પત્ર લખ્યો – આ ખરેખર આદેશ છે ? કે મને પ્રમાઠઉધમાંથી જગાડવા માટે એક સૂચનમાત્ર છે ? પણ ફરી પત્રદ્વારા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો સ્પષ્ટ આદેશ આવ્યો, એટલું જ નહીં, યોગપ્રયોગના સંયોજક પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તૈયાર કરેલું ૯૦ શ્લોક સુધીનું વિવેચન, પૂ. મુનિશ્રી કલ્ચરત્નવિજયજી મહારાજે એ પછીની ગા. ૧૭૪ સુધીના પ્રવચનનું કરેલું અવતરણ વગેરે બધું સાહિત્ય મારાપર મોકલી આપ્યું. હવે હું છટકી શકું એમ ન હોતો. - યોગસાધનાના રસાસ્વાદ કરાવતાં આ સાહિત્યને જોવા બેઠો. મુંઝાયો... ક્યાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીની અનુભવરમ્ય લેખિની, ને ક્યાં મારા જેવા ક્ષુલ્લકની કલમ ! ખરેખર ફજેતો થવાનો ! ગભરામણ ચાલુ થઇ... અંતે અરિહંતોનું શરણું લઇ, બધા પૂર્વાચાર્યોને સ્મરણમાં લાવી, ગ્રંથરચયિતા VIPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 342