Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ વર્તમાનકાળમાં પૂ. હરિભદ્રસૂરિ મ.ના ગ્રન્થોના અભ્યાસનું પ્રમાણ દિન-પ્રતિદિના વધતું દેખાય છે- તેમજ જૈન આગમ-પ્રકરણશાસ્ત્રો - જેનશાસનની રીલી વગેરેના અભ્યાસ - અનુભવની ગેરહાજરીમાં એકમાત્ર આ જ યોગગ્રન્થોના અભ્યાસ પાછળ પડેલાઓમાં કંઇક વધુ પડતો અતિરેક થઈ રહેલો પણ નજરે ચઢી રહ્યો છે. તેવા અવસરે પૂજાપાદ શારામર્મક વિશિષ્ટવિવેકસ્વામી ગુરુદેવ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પ્રસારિત યોગદષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાનોરૂપ વિવેચન અનેકરીતે ઉપકારક બની રહ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રસાદિત વિવેચનના બે ભાગ ઘણા વર્ષો પૂર્વે બહાર પડી ચુકયા છે. અને એનાથી સિદ્ધ થયું છે કે અનેક નાગમોનો તલસ્પર્શી અભ્યાસ, અનેક પ્રકરણ ગ્રન્થોનું ઊંડાણથી અવગાહન જેણે સારી રીતે કર્યું હોય, એ જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજના યોગગ્રન્થોને પૂરો ન્યાય આપી શકે. આ અર્થમાં પૂજયશ્રી ખરેખર ‘ન્યાવિશારદ' હતા. અનેક જિજ્ઞાસુઓ આજ સુધી એ બે ભાગથી વિશિષ્ટ રીતે લાભાન્વિત બન્યા છે, અને બાકીનું વિવેચન કયારે બહાર પડશે એની પ્રતિક્ષામાં વારંવાર પૂછયા કરે છે - વિનંતિઓ કરે છે - બાકીનું વિવેચન જલ્દી બહાર પાડવા માટે. એવી કોઈ ધન્યપળ આવી ચુકી અને પંન્યાસ શ્રી અજિતરોખરવિજયજીએ આ પ્રશસ્ત કાર્ય હાથમાં લીધું. એ બદલ તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પૂજયશ્રીના અધૂરા કાર્યને પૂરું કરવા માટે પૂજયશ્રીના વિવેચનનું સમ્પાદન કાર્ય તો તેઓએ સુંદર રીતે કર્યું જ છે, પણ લગભગ છેલ્લા પચાસેક શ્લોકો - જેના ઉપરનું પૂજ્યશ્રીનું વિવેચન કયાંતો લેખિત રૂપે કોઇની પાસેથી મળ્યું નહિ, કયાં તો અધૂરું રહી ગયું હશે - તેનું સાદી-સરળ ભાષામાં, પરંતુ ગ્રન્થને યોગ્ય ન્યાય મળી રહે એ રીતે તેઓએ પૂરું કરીને નિર્મલ યશનું ઉપાર્જન કર્યું છે. જિજ્ઞાસુ અધિકૃત મુમુક્ષુવર્ગ આવા પવિત્ર ગ્રન્થનું ઊંડાણથી અધ્યયન કરીને આત્મશ્રેય સિદ્ધ કરે એજ મંગલ કામના. ઘિન્યવાદ શ્રીમાટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘને આ ગ્રંથપ્રકાશામાં જ્ઞાનવ્રુવ્યનો સદુપયોગ કરવા બદલ હાર્દક અભિનંદન.... IV

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 342