Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ ઓં હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર સૂરિભ્યો નમઃ યોગમંથનની પૂર્વે દેવોએ સમુદ્રમંથન કર્યું. પ્રથમઝેર, પછી રત્નો, પછી લક્ષ્મી અને છેવટે જે ઇષ્ટ હતું - તે | અમૃત મળ્યું. ધર્મસાધના શરુ કરનારને શરૂઆતમાં કંટાળો-ઉદ્વેગ-થાક વગેરે ઝેરનો અનુભવ થાય છે. પણ પછી અર્થપ્રાણિરૂપ રત્નો, કામપ્રાણિરૂપ લક્ષ્મી અને એમાં આગળ વધવાનું ચાલુ રાખતાં છેવટે અજ -અમરપદ દાયક મોક્ષરૂપ અમૃત પ્રાપ્ત થાય છે. આમ જીવની ધર્મથી આરંભાયેલી પુરુષાર્થ યાત્રાના બે સ્ટેશનરૂપે ભલે અર્થને કામ આવે પણ તે ક્ષણભર થોભવાના સ્થાનો નહીં કે કાયમ રોકાવાના! કેમકે અંતિમ મુકામ-છેવું લક્ષ્યભૂત સ્ટેશન તો મોક્ષ જ છે. અમૃત સુધી મંથન ચાલુ રાખનારા દેવો વિબુધ છે, તો મોક્ષ સુધી ધર્મસાધના ચાલુ રાખનારા મહાવિબુધ છે. માટે જ તો મોક્ષદાયક ધર્મઅનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન ગણાય છે. આ જ વાતને વિચારતા એ વાત સ્પષ્ટ દેખાય છે કે ધર્મ' શબ્દ તમામ શુભ પ્રવૃત્તિ-અનુષ્ઠાનોક્રિયાઓ વગેરે સાથે જોડાયેલો હોવાથી વ્યાપક છે, જ્યારે માત્ર મોક્ષ સાથે જ જોડનારો હોવાથી ‘યોગ' શબ્દ વ્યાપ્ય છે. તેથી જ ધર્માનુષ્ઠાનો અચરમાવર્સમાં પણ સુલભ છે, જ્યારે યોગસાધના માત્ર ચરમાવર્નમાં જ સંભવે! એમ કહી શકાય કે જ્યારે ધર્મસાધનાની ટ્રેનો અર્થ અને કામના સ્ટેશન છોડી મોક્ષસ્ટેશનતરફ આગળ વધવા માંડે – ત્યારે તે યોગસાધનારૂપે નામ પામે છે. આમ બધી ધર્મસાધના યોગરૂપ હોય, એવો નિયમ નથી, તો બધા કહેવાતા ધર્મગ્રંથો પણ યોગગ્રંથો બની શક્તા નથી. સ્યાદ્વાદ, અનેકાંતવાદથી રંગાયેલા, મોક્ષના-મોક્ષમાર્ગના સાચા પથદર્શક ગ્રંથો જ આ કોટિ પર આવી શકે પૂર્વધર મહામુનિકલ્પ સૂરિ પુરંદર શ્રી હરિભદ્ર સૂરિ મહારાજ વિશિષ્ટ યોગસાધક હશે, એમ એમને રચેલા યોગવિષયક યોગદષ્ટિસમુચ્ચય જેવા અનેક ગ્રંથોના તલસ્પર્શી અભ્યાસથી કહી | શકાય. આજની ભાષામાં કહીએ, તોડીકમાં નહોય, તે સ્ક્રીન પર ન આવે, તેમ જીવનસાધનામાં ન હોય, તે ગ્રંથરચનામાં ન આવી શકે! ગ્રંથરચના એ જીવનસાધનાનું દર્પણ છે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂજ્ય આચાર્યદેવ હરિભદ્રસૂરિ મહારાજે રચેલા ગ્રંથોમાં યોગની ઝલક સહજ જોવા મળે. પણ એ બધામાં માત્રયોગપ્રક્રિયાપર જ આધારિત યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ અવ્વલ સ્થાને બિરાજે છે. યોગની આઠ દષ્ટિના વિશદીકરણદ્વારા સાધક જીવોની જુદી જુદી યોગભૂમિકામાં મનોવૃત્તિ, ગુણપ્રાપ્તિ, દોષહાનિનું અદ્ભુત નિરુપણ કરી તેઓએ ખરેખર તો આપણી સામે અરિસો જ ધરી દીધો છે – ભઇલા! તું જરા તને જોઇ લે! તું યોગની કઇ દૃષ્ટિ પર પહોંચ્યો છે – કે હજી રસ્તે જ ભટકે છે?

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 342