________________
સમાધિશતક પરિણામથી ધારણ કરે છે, તેનાથી કઈમેટ ભય નથી, તથા પરમાત્મ સ્વરૂપની રમણતા, લીનતાથી જે ભય કરે છે, પરંતુ તેનાથી બીજું કંઈ અભય સ્થાન નથી, અથવા અજ્ઞાની જીવ પરમાત્મ સ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે, પરંતુ તત્વ દષ્ટિથી વિચારતા આત્મધ્યાન, આત્મજ્ઞાન, આત્મરમણતા, આત્મસ્થિરતા એ જ અનંત સુખના સ્થાને છે, તે જ પરમ અભય સ્થાન છે. પરંતુ તે અભય સ્થાનને અજ્ઞાની ન તે જાણી શકે છે, અને ન તે પામી શકે છે. ૨૯ | સર્વ ઈન્દ્રિયોને સંયમ કરી સ્થિરભૂત અંતરાત્મા વડે ક્ષણમાત્ર જોતાં જે જણાય છે, તે જ પરમાત્મ તત્વ છે. પિત. પિતાના વિષયમાં પ્રવર્તતી સર્વ ઈન્દ્રિયને નિરોધ કરી, મૂળમાં કહ્યા પ્રમાણે સંયમ કરીને, સ્થિરાત્માથી જોતાં જે ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે તે જ પરમાત્માનું સ્વરૂપ છે. ૩૦.
જે પરમાત્મા તે જ હું, અને જે હું તે જ પરમાત્મા, એટલે હું જ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તે જ હું છું, અને જે સ્વસવેદન પ્રસિદ્ધ હું, એ નિશ્ચયનું સ્થાન અંતરાત્મા છું, ત્યારે મારો અને પરમાત્માને આ અભેદ છે, એટલે હું જ મારે પિતાને ઉપાસ્ય છું, બીજા કોઈની આરાધનાની મારે જરૂર નથી એવી સ્થિતિ છે. એટલે આરાધ્યા રાધકની વ્યવસ્થા એ પ્રમાણે છે, તે જ બતાવવા કહે છે. ૩૧.
હું જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાથિકનયથી શુદ્ધ તે મારા આત્માને જ પ્રાપ્ત છું, તે સ્વરૂપે હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું. મારા આત્માને શપશમ ચેતના યોગે, વિષમાંથી