________________
આત્મબોધ
જેના વડે જીવનશ્રદ્ધા, જીવનને આનંદ, જીવનને રસ ટકે-વધે ને ફૂલેફાલે તે સર્વ પુણ્યરૂપ છે, વિકાસરૂપ છે, ધર્મરૂપ છે. ૪૭.
હે પ્રિય માનવ ! તમે સર્વ પ્રયત્ન કરીને આ માન્યતા દઢ કરે, કે જીવન કરુણ નથી, શિક્ષારૂપ કે સજારૂપ નથી, ભૂલ કે અકસ્માત નથી, પણ જીવન મધુર છે, આનંદપ્રદ છે, પૂર્ણ છે, જીવન જીવવા જેવું છે. ૪૮.
દરેક મુસીબતને ઉકેલ છે, દરેક તેફાનને અંત છે, માટે હિંમત ન હારે, આશાના દેરથી આગળ વધે, પ્રભુ તમારી સાથે છે. ૪૯.
ચિંતન શક્તિ કેવી મહાન છે! સર્જન ચિંતન શક્તિથી શું અલભ્ય છે? કંઈ જ નહિ.
વીંટી પડી જતાં અરિસાભુવનમાં ભરતે પણ ચિંતન કર્યું ને કેવલને વર્યા. દેરડી પર નાચતા નટ ઈલાયચીકુમારે પણ ચિંતન કર્યું અને સાધુ બન્યા. ચિંતનમાં મહાબળ છે તેને આદરે. ૫૦.
હે પ્રિય આત્માઓ ! તમે પ્રભુના બાળ, અમર આનંદના ભાગીદાર પવિત્ર અને પૂર્ણ છે. તે પૃથ્વીનિવાસી પરમાત્મા સમાન આત્માઓ! તમે ભલા પાપી ! તમે પાપી નહિ, પુણ્યાત્મા પ્રભુ સમાન છે. પાપીની બ્રાન્ત ભાવનાને આજે જ દિલમાંથી દૂર કરી નાખે. ૫૧.
હે સિંહ, આવે અને પિતાને બકરી-ઘેંટા માનવાને