________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
૧. પહેલી વાડે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં
નિવાસ કરે, તેમ ન કરે તે શીલને વિનાશ થાય.
ઉંદર અને બિલાડીનું દષ્ટાંત. ૨. બીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે એકાંતમાં કથાવાતાં ન
કરવી, કરે તે શીયળને વિનાશ થાય.
લીંબુ અને દાઢનું દૃષ્ટાંત. ૩. ત્રીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના આસન પર એક મુહુર્ત
થયા પહેલા ન બેસે, બેસે તે શીયળને વિનાશ થાય.
કેળા અને કણકનું દષ્ટાંત. . જેથી વડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના અંગોપાંગ વિકારી,
દષ્ટિથી ન જુએ, જુએ તે શીયળને વિનાશ થાય. દુઃખતી આંખ અને સૂર્યનું દૃષ્ટાંત. પાંચમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ ભીંત–દીવાલને આંતરે સંગી વસતાં હોય ત્યાં ન રહેવું, રહે તે શીલને વિનાશ થાય.
ઢાંકી અગ્નિ અને મીણનું દષ્ટાંત. ૬. છઠ્ઠી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ પૂર્વે ભગવેલા કામગ
યાદ ન કરે, કરે તે શીલને વિનાશ થાય.
મુસાફર અને સપના વલણની છાશનું દૃષ્ટાંત. ૭. સાતમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે પ્રતિદિન અતિશય
સરસ આહાર કરવો નહિ, કરે તે શીલને વિનાશ થાય. સનિપાતવાળા અને દૂધ-સાકરનું દષ્ટાંત.