________________
સ્વાનુભૂતિ કે, આ વિશ્વમાં ચેતનતત્વ પર જડ પદાર્થનું વર્ચસ્વ નથી પણ જડ પદાર્થ પર ચેતનતનું વર્ચસ્વ છે.
“Matter does not dominate Soul. it is Soul that dominates Matter."
અન્યત્વભાવના માત્ર એટલું જ સમજાવતી નથી કે જડ અને ચેતન, સ્વ અને પર એકબીજાથી ભિન્ન છે, પણ વધુમાં તે એવું પ્રતીત કરાવે છે કે, જડ કરતાં ચેતનની શક્તિ, સમૃદ્ધિ ને સત્તા અનંત ગણી છે. જડને તાબે થઈ જવાની જે યાંત્રિક ટેવ પડી છે તેણે એક એવી માનસિક ગ્રંથિ ઊભી કરી છે કે આપણે હરહંમેશ એમ માનીએ છીએ કે “જડ” ના ચરણમાં માથું મૂકવા જ આપણે જન્મ્યા છીએ. અન્યત્વભાવના કહે છે કે, તું માત્ર જડ પદાર્થોથી ભિન્ન જ નથી પણ તારું તેઓ પર અખૂટ વર્ચસ્વ છે, અમાપ પ્રભાવ છે, પૂર્ણ સ્વામિત્વ છે. અન્યત્વભાવના જેના રૂંવાડેરૂંવાડામાં ફરકે છે તેને પ્રતીતિ થાય છે કે ચેતનશકિત બેહદ છે, અમર્યાદ છે.
ચેતનતત્ત્વ જ્યાં આંગળી ચીધે ત્યાં જડ પદાથને દેડી જવું પડે છે
ચેતનત જરા જેટલે હઠ ફફડાવે છે તો જડ પદાર્થને સાતમા આસમાનથી નીચે ઊતરી આવવું પડે છે
ચેતનતત્ત્વ જરા જેટલી ભ્રકુટિ ઊંચી કરે છે ને જડ પદાર્થોના ટેકરાઓ સપાટ મેદાન થઈ જાય છે
ચેતનતત્ત્વ એક શ્વાસ ખેંચે છે અને જડ પદાર્થના સાંધે સાંધા તૂટી જાય છે