________________
સ્વાનુભૂતિ આખરે બેઉએ નકકી કર્યું કે જે અશક્ય કદાચ શક્ય બને અને આપણે બંને છૂટી જઈએ તે લગ્ન કરવાં. બેઉના હૃદયની તીવ્ર ભાવનાથી પરિસ્થિતિએ નમતું મૂકયું. તે સ્ત્રી અને પુરુષ Big Four-ચાર વડાઓની પરિષદમાં થયેલ રાજદ્વારી કેદીઓ વિષેની ગેઠવણ અનુસાર છૂટયાં અને સુખી કુટુંબ રચ્યું. નાઝીઓની ત્રાસ-છાવણીમાં વર્ષોનાં વર્ષો સુધી બાજુબાજુમાં રહેવા છતાં એકબીજાને જોઈ ન શક્યાં. અમાનુષી સીતમ વચ્ચે પણ છ છ વર્ષ સુધી તેઓએ ટકોરાની ભાષા વડે પ્રેમની જ્યોત સંકેચાવા ન દીધી. માત્ર એક શ્રદ્ધા હતીઃ કયારેક છૂટછું અને મળશું, મળીને ગૃહજીવનની ગાંઠથી જોડાશું. આ શ્રદ્ધા પ્રેમનું બળ છ છ વર્ષના અકથ્ય જુલમો વચ્ચે ટક્યું. ચેતના જડ પદાર્થોની પરિસ્થિતિ સામે પડકાર ફેંકતી રહી, આખરે ચેતનાનું જ વર્ચસ્વ સાબિત થાય છે ને જડ શરમની હારથી નીચું જોઈ રહે છે.
આવે જ ચેતનનું મહાભ્ય ગાતે બીજો એક પ્રસંગ છે. ઉત્તર ધ્રુવમાં એક રશિયન રેડિયે ઓપરેટર હતું અને દક્ષિણ ધ્રુવમાં એક અમેરિકન રેડિયે ઓપરેટર હતા. પૃથ્વીના સામસામા છેડે રહેલ આ બંને ઓપરેટરના અવાજે એક વાર અકસ્માતથી સામસામા અથડાયા અને એ રીતે ઓળખાણ શરૂ થઈ. પછી તે પંદર હજાર માઈલ દૂર રહેલ આ બંને અજાણ્યા રશિયન અને અમેરિકન રેજ પાંચદશ મિનિટ સંદેશાની આપ-લે કરતા. મૈત્રી વધતી ગઇ. બેઉની એક જ ભાવના હતીઃ એક વાર સામસામા મળીને હસ્તધૂનન થાય તે કેવું સારું ? પણ કયાં ઉત્તર ધ્રુવ અને કયાં દક્ષિણ ધ્રુવ ! કયાં રશિયન રાજ