Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ મુનિ સુવ્રત અને મહાભારત કાળમાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ થયા. આ તમામનો સમય પ્રાક્ ઐતિહાસિક છે. કેટલાક અરિષ્ટનેમિને ઐતિહાસિક માને છે. તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વ અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર ઐતિહાસિક પુરુષ હતા. વર્તમાન જૈન શાસનની પરંપરા ભગવાન મહાવીરની સાથે સંબંધિત છે. જૈન ગ્રંથોમાં પ્રત્યેક તીર્થંકરનો ઇતિહાસ સવિસ્તર ઉપલબ્ધ છે. ગણાધિપતિ પૂજ્ય ગુરુદેવ તેમજ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞના વિદ્વાન શિષ્ય મુનિશ્રી સુમેરમલજી (લાડનું)એ ‘તીર્થંકરચરિત્ર' પુસ્તકના માધ્યમ દ્વારા ચોવીસ તીર્થંકરોનાં જીવનતથ્યોને સરળ તેમજ સહજ ભાષામાં રજૂ કરીને પ્રત્યેક વાચકને તીર્થંકરોના જીવનવૃત્તાંતની ઝલક આપવાનો જે પ્રયત્ન કર્યો છે, તે અત્યંત પ્રશંસનીય તેમજ મહત્ત્વપૂર્ણ છે.’’ ગુજરાતી જિજ્ઞાસુ ભાવકોના પ્રતિભાવો અમને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા છે. જન્માષ્ટમી, ૧૯૯૬ VIII –શુભકરણસુરાણા (સંસ્થાપક/નિર્દેશક)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 268