Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ (૫) પુષ્પમાળા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ઘા, (૯) પાસરોવર, (૧૦) ક્ષીર સરોવર, (૧૧) કુંભ, (૧૨) વિમાન, (૧૩) રત્નરાશિ,(૧૪) અગ્નિ. તીર્થકરોની જન્મતિથિઓમાં પણ તફાવત જોવા મળે છે. ક્યાંક ક્યાંક તો સમજણનો તફાવત છે અને ક્યાંક ક્યાંક વાસ્તવિક તફાવત જ છે. ભગવાન ઋષભની જન્મતિથિ શ્વેતામ્બર આગમોમાં ફાગણ વદ આઠમ છે અને દિગમ્બર ગ્રંથોમાં ફાગણ વદ નોમ છે. તમામ તીર્થકરોનો જન્મ મધ્યરાત્રીએ થયો છે. જૈન આચાર્યોએ મધ્યરાત્રી પછી તિથિપરિવર્તન માનીને તેમનો આગળની તિથિએ જન્મ માની લીધો. જેમણે સૂર્યોદયની સાથે તિથિપરિવર્તનનો સિદ્ધાંત સ્વીકાર્યો, તેમણે ચાલુ તિથિને જ જન્મતિથિ રૂપે જાહેર કરી. અનેક તીર્થકરોની તિથિમાં ત્રણ ચાર દિવસનું અંતર પણ જોવા મળે છે. તે મોટે ભાગે નક્ષત્રોની કાલગણનાની સાથે તિથિનો મેળ બેસાડવાના કારણે બન્યું હોવું જોઈએ. આમ લક્ષણ, વર્ણ વગેરેમાં પણ ક્યાંક ક્યાંક ભેદ જોવા મળે છે. કુમારાવસ્થા તેમજ રાજ્યાવસ્થામાં પણ કેટલેક ઠેકાણે તફાવત મળે છે. ભગવાન મહાવીરને દિગમ્બર પરંપરામાં વિવાહિત માનવામાં આવતા નથી. જ્યારે શ્વેતામ્બર પરંપરા તેમના વિવાહને સમર્થન આપે છે. શાસ્ત્રકારોએ મહાવીરના પરિવારમાં માતા-પિતાની સાથે તેમની પત્ની અને પુત્રીનો પણ નામોલ્લેખ કર્યો છે. આ નાનામોટા તફાવતો સિવાય બાકીનું જીવનવૃત્તાંત ઘણુંખરું એકસમાન જોવા મળે છે. વિક્રમ સંવત ૨૦૨૮ ના ફાગણ માસમાં ઉદાસર-બીકાનેરમાં આચાર્યપ્રવર શ્રી તુલસીએ વાતચીત દરમ્યાન એક વખત કહ્યું હતું, “તીર્થકરોનાં જીવનવૃત્તાંત ખૂબ વિસ્તારવાળાં છે. ચોવીસ તીર્થંકરોની જીવનકથા જો સંક્ષેપમાં લખવામાં આવે તો સૌને માટે ઉપયોગી બની શકે. સાથોસાથ મારા તરફ સંકેત કરતાં આચાર્યશ્રીએ જણાવ્યું, “લખો, સરળ ભાષામાં લખો, જે સૌ કોઈને માટે ઉપયોગી બની શકે.” આરાધ્યના એ સંતને ધ્યાનમાં રાખીને મેં તીર્થકરોનો સંક્ષિપ્ત જીવનપરિચય લખ્યો છે. બોલચાલની ભાષામાં માત્ર જીવનતથ્યોને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે વાંચવાથી પ્રત્યેક નવી વ્યક્તિને તીર્થકરોના જીવનની ઝલક મળે, બસ એ જ ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ માટે તો આ પુસ્તક વિશેષ ઉપયોગી બની શકશે. ભાષાના કશા જ આડંબર વગર સીધીસાદી ભાષામાં વાર્તાની જેમ લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ લઘુ પ્રયત્ન જૈન-અજૈન સૌને પ્રાથમિક જાણકારી માટે સહયોગી બનશે. ૨૧ ઓગષ્ટ, ૧૯૭૯ -મુનિ સુમેર (લાડનું) તેરાપંથી સભા ભવન, બેંગલોર VI

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 268