________________
૧૦
ચિંતા અને પીડા હોય છે. જેમકે મારા ઘરમાં દ્રવ્ય નથી, બીજા લેકે કેટલી લહેર કરે છે? મારા છોકરાં રેવે છે. હા, હા, હું. બૈરાં છોકરાંને શું આપીશ. મારું આપેલું પણ સગાંવહાલાં અભિમાની બનેલા મને પાછું આપતા નથી.બીજા ધનવાને પણ મારે પરાભવ કરે છે, પાસે પણ આવવા દેતા નથી, તરછોડી કાઢે છે. આજે ઘરમાં ઘી, તેલ, મરચું નથી, મીઠું પણ થઈ રહ્યું છે, લાકડાં કોલસા પણ ખૂટયા છે. આજે સ્ત્રી વળી માંદી પડી છે. કાલે કુટુંબનું શું થશે, ઘરે કુંવારી છોકરી મોટી થતી જાય છે. છોકરાં હજુ નાનાં છે, કેઈ કમાઈ કરી આપે તેવા નથી. કુટુંબમાં પણ ઘણાં રોગી થઈ ગયા છે. દવા લાવવાના પૈસા પણ નથી. સ્ત્રી બહુ હઠીલી છે. આજે મહેમાન પણ ઘણા આવ્યા છે. ઘર જૂનું હોવાથી ક્યારે પડશે તે કહેવાય તેમ નથી. ચારે બાજુથી વરસાદનું પાણી પડે છે. બૈરી પણ કજિયે કરે છે, પરિવારમાં કઈ વિનય સાચવતું નથી. શેઠ પણ બહુ આકરો છે. આ ગામમાં રહેવા જેવું નથી.અહીંથી બીજે જાઉં! સમુદ્રપાર જાઉં! આ ગરીબાઈની ચિંતા કેમ ટળશે ! સ્નેહી હો તે મરી ગયે. શત્ર ઘણા છે, લેણદાર લેણું માગે છે, ક્યાં જાઉં! આમ અનેક રીતે મહાચિંતારૂપી જવરથી નિત્ય મૂંઝાયેલ જીવ મહાદુઃખમાં જીવન પસાર કરે છે. આવા દરિદ્રતાથી મૂઝાયેલા જીવો શું સુખ અનુભવે છે? મહાદુઃખમાં જીવન પસાર કરે છે. આવી રીતે વૈભવવાળા અને ગરીબ તેમને બધાને યુવાનીમાં પણ શું સુખ છે ? સને વૃદ્ધપણું તે અવશ્ય કોડ દુઓનું