Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 5
________________ હતા. બહુધા સાથે રહીને જ એમણે વિદ્યાભ્યાસ કરેલ છે. કાશી જઈને વિદ્યાભ્યાસ કરવામાં પણ એ સાથે જ હતા. તેઓ સિદ્ધચક્રના માહામ્યસૂચક શ્રીપાળરાજાને રાસ બનાવતાં અપૂર્ણ સ્થિતિમાં રાખીને કાળધર્મ પામ્યા છે. એ રાસ પાછળથી સંકેતાનુસાર ઉ. શ્રી યશોવિજયજી મહારાજે પૂર્ણ કરેલ છે. ઉપર સૂચવન કરાયેલા ગ્રંથો ઉપરાંત બીજી તેઓ સાહેબની કૃતિઓ હેવાને સંભવ છે, પરંતુ તે અમારા જાણવામાં ન હોવાથી અત્રે તેને ઉલ્લેખ કરી શકતા નથી. ગ્રંથકારે ગ્રંથાંતે પ્રશસ્તિ લખેલી હેવાથી તેમની પટ્ટપરંપરા સંબંધી અત્રે વિશેષ લખવાપણું રહેતું નથી. વધારે જાણવા ઇચ્છનારે શાંતસુધારસના વિભાગ બીજામાં ભાઈ મેતીચંદે એ મહાપુરુષનું ચરિત્ર દેઢસો પૃષ્ઠમાં આપ્યું છે તે વાંચવું. પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓ શ્રી આચારાંગ સૂત્ર પ્રમુખમાં કહેલી છે. એવી રીતે અનેક ઉત્તમ શાસ્ત્રોને પવિત્ર આશય લઈ શ્રીમાન વિનયવિજયજી મહારાજાએ આ શાંતસુધારસ ગ્રંથમાં સેળ ભાવનાઓ સેળ પ્રકાશવડે નિરૂપી છે. ઉક્ત સંપૂર્ણ ગ્રંથ સંસ્કૃત પદ્યબદ્ધ હોવાથી સ્વપર હિતને અર્થે અમે સરળ ગુજરાતી ભાષાંતર સાથે છપાવેલ છે કે જેથી એ ભાવનાના પ્રબોધને ઈચ્છનારા અન્ય ભવ્યજનો પણ તેનો લાભ લેવા ભાગ્યશાળી બની શકે. જે શુભ આશયથી આ કાર્ય કરવામાં આવ્યું છે તે શુભાશય સત્વર સિદ્ધ થાઓ. આ ભાષાંતર ભાઈ મોતીચંદ ગિરધરલાલે સદરહુ ગ્રંથ ઉપર લખેલા અતિ વિસ્તૃત વિવેચન ઉપરથી સંક્ષિપ્ત કરીને ગુણીજી લાભશ્રીજીએ શાસ્ત્રી જેઠાલાલ પાસે લખાવ્યું છે. તેમાં એ ગ્રંથને પ્રથમના લોકોના તેમજ ગેયાષ્ટકના લોકોના પ્રતિક અન્ડયાનુસાર કેસમાં લખીને તેના અર્થો લખ્યા છે કે જેથી સંસ્કૃત શબ્દોના અર્થો જાણવા સહેલા થઈ પડે. ત્યારપછી તેનો સારાંશ આપ્યો છે કે જે વાંચવાથી ભાવાર્થ સમજવાની ઇચ્છાવાળાને પણ બહુ ઉપયોગી થાય તેમ છે. પ્રાંતે ૧૬ ભાવનાને સાર આપવામાં આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 238