________________
મુખમુદ્રા.
૩૭ લઈ શકતા નથી; જ્યારે ભણેલાઓ જે મન પર લે, તે એને ઘણી સારી રીતે લાભ પિતે તે લે, પણ પોતાના અભણ ભાઈઓ-બહેનોને પણ આપી શકે, જે કાંઈ ઓછા પુણ્યનું, નિર્જરાનું કારણ નથી.
શ્રી વિનર્યાવજય. આ પવિત્ર કલ્યાણકારી શાંતસુધારસ જે પુરૂષ લખે છે તે પુરૂષ કેણ હતા? કયાં અને ક્યારે થઈ ગયા?
વૈરાગ્યનું તેમને શું નિમિત્ત મળ્યું? ગ્રંથકર્તા શ્રી ચારિત્ર તેઓએ કયારે અને કયાં અંગીવિનયવિજયજી કાર કર્યું? એઓનું આત્મ-વર્તન, તેઓની
આંતર દશા, આત્મનિષા કેવાં હતાં ? તેઓએ આ ગ્રંથ સિવાય બીજા કયા કયા ગ્રંથની રચના કરી છે ? તેઓના સમકાલીન વિદ્વાન સાધુ મુનિવર કેણું કેણ હતા? તેમના વખતની લેકેની ધર્મભાવના, સામાજિક પ્રવૃત્તિ, ચિત્તવૃત્તિ અને વ્યાવહારિક સંપત્તિ કેવાં હતાં ?
એઓ કયાં અને કયારે કેવી દશામાં ચરિત્રામાં શું કાળધર્મ પામ્યા? એ વગેરેની વાંચનારાશું જેઇએ? એને સ્વાભાવિક ઈચ્છા થાય એમ છે
પણ ખેદની વાત છે કે વાંચનારાઓની એ જિજ્ઞાસા તૃપ્ત થઈ શકે એવાં સાધને ઉપલબ્ધ થતાં નથી. પૂર્વે આત્મવૃત્તાંત ( Autobiography) કે જીવનવૃત્તાંત (Life, Biography) લખવાની પ્રથા આ દેશમાં ઓછી હતી એમ તે લાગે છે, કારણ કે કઈ પણ મહાત્મા