________________
એમને કુમારભાઈ કહું છું કેમકે કુમારપાળ કહેવામાં તોછડાશ લાગે અને કુમારપાળભાઈ કહેવામાં ભદ્રંભદ્રીય વિવેક લાગે.
ભાષા-સાહિત્યભવનના ગુજરાતી વિભાગમાં વીસેક વર્ષથી અમે સાથે છીએ. હું જોકે નિવૃત્ત થયો છું છતાં મારું પ્રોફેસર ઇમેરિટસ' તરીકેનું કામ ગુજરાતી વિભાગ સાથે જોડાયેલું છે જેના કુમારભાઈ આજે અધ્યક્ષ છે. મજાની વાત એ પણ છે કે તેઓ હાલ ભાષા-સાહિત્યભવનનાય અધ્યક્ષ છે. વળી ગુજરાત યુનિવર્સિટીની વિનયન શાખાના ડીન પણ છે. તાજેતરમાં સ૨કા૨ે એમને પદ્મશ્રીના બિરુદથી નવાજ્યા તેનો સૌને આનંદ છે તેમ મનેય છે. જોકે આ સમ્માન સવિશેષ ગૌરવની બાબત એ રીતે છે કે એ એક સાહિત્યકારનું સમ્માન છે, ગુજરાતી સાહિત્યકારનું સમ્માન છે. કુમારભાઈની વૈયક્તિક સિદ્ધિઓ સંદર્ભે તો આ વાતનો ગર્વ લઈએ જ પરંતુ હું ઇચ્છું કે આખી ઘટનાને આપણે એવી ભૂમિકાએ પણ પોંખીએ. એક અધ્યાપક-સાહિત્યકારનું આવું રાષ્ટ્રીય સમ્માન અનેક રીતે અંકિત કરવાજોગ છે.
ગુજરાતી વિભાગમાં હું આઠ-નવ વર્ષ હેડ હતો છતાં હેડ વગેરે કાયદેસરની પોઝિશનમાં મને ક્યારેય રસ પડેલો નહીં. સદ્ભાગ્યે બધા જ સાથીઓ જવાબદાર મિત્રો હતા. એટલે મારો સ્થાયી ભાવ પણ એ જ રહ્યો કે ડિપાર્ટમૅન્ટ ભાઈબંધીની રીતેભાતે ચાલવું જોઈએ અને જો એમ ન ચાલે, તો હરિ હરિ ! અને અમે સોએ જોયું કે એમ જ ચાલ્યું,
-
75
કુમારભાઈ, મારે મન
સુમન શાહ