________________
સૌહાર્દની
વિસ્તરતી ક્ષિતિજો
વિજય પંચા
‘‘હેલ્લો ! કુમારપાળભાઈ સાથે વાત
કરવી છે.’’
“એ તો બહાર ગયા છે ! વાર લાગશે આવતાં ઍની મેસેજ ?’
“એમની સાથે વાત કરવી હતી. ફરી ફોન કરું
મારે અગત્યનું કામ હતું. કુમારપાળભાઈ સાથે વાત કરવી અનિવાર્ય હતી અને ક્યાં જતા રહ્યા છે કુમારપાળ ? ક્યારે આવશે ને વાત થશે ? મારો ઉદ્વેગ વધતો જતો હતો.
અને અર્ધાએક કલાકમાં મારો ફોન રણક્યો. મેં બેધ્યાનપણે ફોન-રિસીવર ઉઠાવ્યું. “હલ્લો !’’ અને સામેથી સૌહાર્દપૂર્ણ અવાજ સંભળાયો બોલો, રાજ્જા, શું હતું ?' કુમારપાળભાઈ ફોન પર હતા.
મેં જોયું છે કે જેને કામ હોય, એટલે કે વધારે રુક્ષતાથી વાત મૂકીએ તો, જેને ગરજ હોય તે જ ફોન કરે, વારંવાર ફોન કરે. ફોનની મૅનર્સ-રીતભાત હોય છે તે પણ સાચવવાની દરકાર રખાતી ન હોય !
પણ, આનંદની વાત એ છે કે આ રીતભાત વગરના મૅનર્સલેસ જગતમાં કોઈક તો એવું છે કે જે મૅનર્સમાં, કર્ટસીમાં, ગ્રેસમાં વિશ્વાસ ગુમાવ્યા વગર પોતાનો વ્યવહાર ચલાવે છે. કુમારપાળભાઈના સૌહાર્દનો આ વિસ્તાર છે.
104
*
પિતા જયભિખ્ખુ ગુજરાતના એક ખ્યાતનામ