________________
તેમણે અંગ્રેજીમાં જેને ધર્મ અને તીર્થંકર મહાવીર સ્વામીને લગતાં બારેક પુસ્તકો લખ્યાં. તેમાંનું એક પુસ્તક “Role of Women in Jain Religionમાં સ્ત્રીઓના દરજ્જાની ચર્ચા કરી છે. ભગવાન ઋષભદેવના સમયથી સમાજમાં સ્ત્રીઓને એક આગવું સ્થાન પ્રાપ્ત થયું. બ્રાહ્મી અને સુંદરી તેમની બે પુત્રીઓ હતી. તે સમયમાં બ્રાહ્મી ૧૮ ભાષાની જાણકાર હતી અને સુંદરીએ જગતને જુદી જુદી ૬૪ કલાઓ શિખવાડી. જૈન ધર્મ પહેલો ધર્મ છે જેણે સ્ત્રીને પૂર્ણ આધ્યાત્મિક સ્વતંત્રતા આપી, સ્ત્રીને દાસીપણામાંથી મુક્ત કરી. સ્ત્રી ઉપર શંકા કરનારને જાહેરમાં ઠપકો અપાતો. ચંદનબાળાના ચારિત્ર્ય ઉપર જ્યારે શંકા કરવામાં આવી ત્યારે તે શંકાના નિવારણમાં ચંદનબાળાને વધુ તેજસ્વિતાથી પ્રગટ કરવામાં આવ્યા. માતા મરુદેવા, માતા ત્રિશલા માત્ર જન્મ આપનારી માતા નથી. તે બાળક પોતે પોતાની માતાના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. માતાના જીવનની પવિત્રતા અને માતાના સંસ્કારોનાં પ્રતિબિંબ ઝીલીને તે બાળક જિંદગી જીવે છે. અનુપમાદેવી, મહાસતી ઉજ્વળ કુમારી, હરકુંવર શેઠાણી વગેરે સ્ત્રીઓ જૈન સમાજમાં ઘણી પ્રભાવક રહી. પુરુષો કરતાં સ્ત્રીઓએ જૈન ધર્મની શૈલી વધુ અપનાવી, તેથી ઉત્તમ પુરુષો સમાજને સાંપડ્યા. ભગવાન મહાવીરના અનુયાયીઓમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ વિશેષ હતી. જૈન સમાજમાં સાધ્વીજી, માતા, પત્ની, બહેન વગેરેનું જે સ્થાન છે તેટલું સ્થાન દુનિયામાં બીજે ક્યાંય નથી. તેનું એક બીજું પણ કારણ છે. જન સમાજ સામાન્ય રીતે અમુક બદીઓ જેવી કે દારૂ, માંસ, જુગાર વગેરે જેવાં સાત વ્યસનોથી દૂર રહે છે. જેથી પુરુષ સદાચારી હોય છે અને તેને કારણે સ્ત્રીઓ ઉપરનો ત્રાસ, જુલ્મ કે મારઝૂડ થતાં નથી. પરિણામે સ્ત્રીઓની સ્થિતિ સારી રહે છે. સ્વાભાવિક છે કે પુસ્તકમાં લેખકના પોતાના વિચારો પ્રગટ થાય. તે મને જાણવા ગમ્યા અને આપની સમક્ષ સંક્ષિપ્તમાં રજૂ કર્યા.
આ બધી પ્રવૃત્તિઓ સાથે તેઓ સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. જુદાં જુદાં ટ્રસ્ટો અને કેન્દ્રોના ઉપક્રમે ધરતીકંપના સમયમાં હળવદ, સુરેન્દ્રનગર વિસ્તારમાં ટીમ દ્વારા તેઓ ઘણી મદદ કરી શક્યા. ભુજમાં મકાનો બંધાવ્યાં. આપત્તિગ્રસ્ત વિસ્તારને તાત્કાલિક સહાય કરી. જરૂરિયાતવાળા લોકોને સીવવાના સંચા, સાઇકલ વગેરે આપવાની કામગીરી બજાવી. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિષ્યવૃત્તિઓ તથા નિબંધ સ્પર્ધાઓ વગેરેનું આયોજન પણ કરે છે. તેઓ સમયનું પણ યોગ્ય આયોજન કરી શકે છે, તેથી તમામ કાર્યો સમયસર પાર પાડી શકે છે. ઉજાગરો કરવાની તેમની આદત નથી.
થોડા સમય પહેલાં મારા જીવનમાં એક બનાવ બન્યો. એકાએક જીવનસંગાથીથી વેગળી પડતાં મનોમંથન શરૂ થયું. તેમાંથી આત્મસ્કુરણા થતાં નવનીત લાધ્યું. વિચાર આવ્યો કે હરતાંફરતાં જ્ઞાની સંતોનું નિકટતાથી દર્શન કરવું. તેમાંથી સર્જન થયું “ગુરુ સમીપે પુસ્તકનું માર્ગદર્શન
225
પ્રવીણા રસિકભાઈ ગાંધી