________________
વ્યાપક દૃષ્ટિને લીધે જ જૈન સમાજ હોય, યુનિવર્સિટીના અધ્યાપકો હોય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ હોય, સરકારના મોવડીઓ હોય એ બધે આદરપાત્ર બન્યા છે. આવા એક મિત્ર મળ્યા એનો મને ખૂબ આનંદ છે. અને એમાં પણ એમની સાથે રહેવાનો, ચર્ચા કરવાનો, કામ કરવાનો જે અનુભવ મળ્યો તે મારા મતે મારા જીવનની એક બહુમૂલી મૂડી છે. આજના સમયમાં સુખ કે દુઃખ, માંજ કે મુશ્કેલી – આ બધા સમયે તમારી પડખે ઊભા રહે તેવા મિત્રો મળવા મુશ્કેલ છે, બ્રિટિશ સરકારે મને OBEનો ખિતાબ આપ્યો, એ પછી બ્રિટનની સંસ્થાઓએ યોજેલા સમારંભમાં મેં કુમારપાળને યાદ કરીને કહેલું હતું કે તેઓ મારા આનંદ અને આપત્તિના તમામ સમયે ખડકની માફક ઊભા રહ્યા છે.
હવે, મારા અંગત અનુભવમાંથી થોડી વાત કહું તો અસ્થાને નહીં ગણાય.
શ્રી કુમારપાળભાઈને રૂબરૂ મળવાનો અવસર ઈ. સ. ૧૯૮૮માં પ્રાપ્ત થયો. પહેલી જ મુલાકાતમાં, જેમના વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હતું અને મનમાં કંઈક અભિપ્રાયો પણ બાંધ્યા હતા, તે અભિપ્રાયો બદલવા પડ્યા. આવા સુવિખ્યાત વ્યક્તિને આટલા સાદા, સરળ સ્વભાવી, નિરાડંબરી અને નિરાભિમાની અનુભવી મારે મારાં ઘણાં પૂર્વગૃહીત અનુમાનોને તિલાંજલિ આપવી પડી.
પહેલી જ વાતચીતમાં એમની માનસિક સ્પષ્ટતા અને વિચારોને સરળતા અને નિખાલસતા સહ રજૂ કરવાની ઢબ મને પ્રસન્ન કરી ગઈ. મેં જ્યારે પણ મારા વિચારો રજૂ કર્યા છે ત્યારે શ્રી કુમારપાળભાઈએ મારી વાત ધીરજપૂર્વક સાંભળી છે અને એમાંથી હાઈ અને તાત્પર્ય સમજવાની એમની ઝડપથી હું પ્રભાવિત થયો છું.
ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી ભાષા પર પણ તેમનો એટલો જ કાબૂ છે તે વાતથી કદાચ ઘણા લોકો વાકેફ નહીં હોય. લખેલું વાંચવાનો લહાવો ઘણા લોકોને મળી શકે, પરંતુ તેમનું વક્તવ્ય સાંભળવાનો લાભ થોડા લોકોને જ પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. મને હંમેશ એમ લાગ્યું છે કે એમનું વક્તવ્ય સાંભળવું એ પણ જીવનનો એક વિરલ લહાવો છે.
શ્રી કુમારપાળભાઈને સાહિત્યસર્જક, કટાર-લેખક, સમાલોચક વગેરે કાર્યોથી અને કળા, ધર્મ, રમતગમત અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાત તરીકે ઘણા લોકો જાણતા હશે, પરંતુ દરેક પરિસ્થિતિમાં અને જુદા જુદા સ્વભાવના લોકો સાથે તેઓ માનસિક શાંતિ અને સમતાભાવથી સહેલાઈથી હળીમળી જાય છે એ એમના અંગત સહવાસથી જ જાણી શકાય. હું આ સ્વભાવથી વારંવાર પ્રભાવિત થયો છું.
જે લોકો શ્રી કુમારપાળભાઈના જાહેર વ્યક્તિત્વથી જ વાકેફ હોય તે લોકોને એ વિચાર પણ ભાગ્યે જ આવે, પણ મારા ૧૬ વર્ષના પરિચયમાં મેં તેમને એક વાર પણ ગુસ્સો કરતા નથી
નેમુ ચંદરયા