________________
શાલીના
બ્યકિતત્વ
S. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૦૪નો પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. સીમાઓથી નિબંધ, વિવિધ ક્ષેત્રોમાં અધિકારપૂર્વક વિહરતું એક પ્રસન્ન વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. એક તરફ સાહિત્યસર્જન, સંશોધન, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ, ઊંડાણભરી રમતપ્રિયતા તથા જેનદર્શનના વિશ્વવ્યાપક પ્રસારમાં પ્રગટ થતી એમની સક્ષમ કલમ અને સચોટ વાણી, તો બીજી બાજુ અનેક ઊગતી કે અટવાતી સંસ્થાઓનાં કાર્યોમાં પ્રાણસિંચન અને અનેક સામાજિક કાર્યોમાં પણ એટલી જ હૂંફાળી સક્રિયતાનાં દર્શન - આ કુમારપાળ દેસાઈના બહુઆયામી વ્યક્તિત્વની ખૂબીઓ છે. એમને મળેલું પદ્મશ્રી સન્માન એમના દસકાઓના નિષ્ઠાપૂર્વકના સાહિત્યસર્જન અને પ્રબળ પુરુષાર્થને દેશવ્યાપી સ્તરે સાંપડેલી શ્રેષ્ઠ સ્વીકૃતિ છે. આ લેખ લખવાના સંદર્ભમાં એમને મળવાનું ગોઠવાયું. છલકાવું એમના સ્વભાવમાં નથી. મારા અભિનંદનના પ્રત્યુત્તરમાં એમના મુખ પર ફરક્યું હળવું સ્મિત – મૃદુ, મધુર અને માપસરનું પરંતુ ચહેરા પર લીંપાયેલો નરવો સંતોષ એમના ઊંડા આનંદની સાખ પૂરતો હતો.
એમનાં કાર્યો વિશે પૂરી માહિતી મેળવ્યા પછી મનમાં એક સવાલ જાગ્યો. લાગલો જ મેં પૂછી પણ નાખ્યો, “અત્યાર સુધી આપે આપની કૉલમોપુસ્તકોમાં આશરે કેટલાં પાત્રો-ચરિત્રો આલેખ્યાં હશે ?” એમને મૂંઝવણ થઈ. પુસ્તકોમાં આલેખેલાં
લતા હિરાણી
115