Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 562
________________ મહાવીરની વિશેષતા, બારમી સપ્ટેમ્બરે ભગવાન મહાવીરના પૂર્વભવો, તેરમી સપ્ટેમ્બરે તપ, ચૌદમી અને પંદરમી સપ્ટેમ્બરે ભાવશુદ્ધિ વિશે એમણે વક્તવ્યો આપ્યું. આ રીતે શ્વેતાંબર અને દિગંબર બન્નેને એમનાં પર્યુષણ વ્યાખ્યાનોનો લાભ મળ્યો. આ પ્રવચનો લૉસ એન્જલસની પટેલની વાડીમાં યોજાયાં હતાં. ડૉ. કુમારપાળ દેસાઈએ નવું સેન્ટર બનાવવા માટે પ્રેરણા આપી અને એ માટે આ પર્યુષણ સમયે જ સારી એવી રકમ એકત્રિત થઈ ગઈ. જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયાના જિનાલયની મૂર્તિઓ માટે પણ એમણે મદદ કરી. ભારતમાં શ્રેષ્ઠિવર્ય શ્રી અરવિંદભાઈ પનાલાલ દ્વારા એમણે જિનાલયના આયોજનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ પછી પુનઃ ૧૯૯૦માં જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયામાં પ્રવચન માટે આવ્યા, ત્યારે ૨૫મી ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે એમની પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો. આ સમયે એમણે બાહ્ય તપ, આલોચના, વૈયાવૃત્ત, વિનય, સ્વાધ્યાય જેવી દાર્શનિક ભાવનાઓ વિશે તાત્ત્વિક છણાવટ કરી. ૧૯૯૬માં ત્રીજી વાર લૉસ એન્જલસ પર્યુષણ પર્વ નિમિત્તે આવ્યા ત્યારે એમના પ્રવાસનો પ્રારંભ ૧૯૯૬ની નવમી સપ્ટેમ્બરે થયો. આ સમયે પણ પ્રાત:કાળે પર્યુષણ આધારિત પ્રવચનો તેઓ આપતા હતા, જ્યારે નવમી સપ્ટેમ્બરે રાત્રે પર્વાધિરાજ પર્યુષણ પર્વ, દસમી સપ્ટેમ્બરે ધર્મકથા, અગિયારમી સપ્ટેમ્બરે શાકાહાર, બારમી સપ્ટેમ્બરે ધ્યાન, તેરમી સપ્ટેમ્બરે પ્રભુ મહાવીરનું જીવનદર્શન, ચૌદમી સપ્ટેમ્બરે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, પંદરમી સપ્ટેમ્બરે ધર્મધ્યાન, સોળમી સપ્ટેમ્બરે ક્ષમાપના અને સત્તરમી સપ્ટેમ્બરે શુક્લધ્યાન જેવા વિષયો પર પ્રવચનો આપ્યાં. એમની રસાળ પ્રવચનશૈલી, માર્મિક દૃષ્ટાંતો, જૈન ધર્મની ઇતિહાસકથાઓ અને દર્શનની તાત્ત્વિક ભાવનાઓને વણી લઈને વાત પ્રસ્તુત કરવાની શૈલી લોકચાહના જગાવી ગઈ. એ પછી ઈ. સ. ૨૦૦૦માં ડૉ. કુમારપાળ દેસાઈની વ્યાખ્યાનમાળા રાખવામાં આવી અને તેનો પ્રારંભ થયો ૨૬મી ઑગસ્ટના દિવસે સવારે દસ વાગે કલ્પસૂત્ર આધારિત પ્રવચનોથી. એ પછી રોજ સાંજે મૈત્રી, મુદિતા, કરુણા, પ્રમાદ, ધર્મધ્યાન, ક્ષમાપના, તપ જેવા જુદા જુદા વિષયો પર એમનાં વ્યાખ્યાનો યોજાયાં. ૨૦૦૩ની ચોવીસમી ઓગસ્ટે તેઓ પાંચમી વાર પર્યુષણ વ્યાખ્યાન માટે આવ્યા. આ સમયે એમણે નવકારમંત્ર, ગણધરવાદ, દાનનો મહિમા, જૈન ધર્મની વિશેષતા જેવા વિષયો પર વક્તવ્યો આપ્યાં. આ રીતે કેટલાક લોકો કુમારપાળભાઈને કહે છે કે લોસ એન્જલસ એ તમારું સેકન્ડ હોમ’ છે. આ તો માત્ર લોસ એન્જલસના જેન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયાની વાત થઈ. પરંતુ એમના પર્યુષણ વ્યાખ્યાનમાળાની ચાહના એટલી બધી છે કે ત્રણચાર વર્ષ સુધીના એમનાં પર્યુષણ વ્યાખ્યાનો જુદાં જુદાં સેન્ટરો નિશ્ચિત કરી લે છે. જેનાના કન્વેન્શનમાં એમણે કી-નોટ સ્પીકર 521 ડૉ. મણિભાઈ મહેતા

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586