________________
સમગ્ર જૈનસમાજનું
ગૌરવ
અમારભાઈના વ્યક્તિત્વનું વધુ સ્પર્શી જાય તેવું પાસુ તે તેમને પ્રેમાળ અને માયાળુ હયું છે. સૌરાષ્ટ્રની ધરતીમાં એમનાં મૂળ હોવાની સાબિતી એમનું લાગણીસભર વ્યક્તિત્વ આપી જાય છે. પ્રાધ્યાપક, સાહિત્યકાર અને વહીવટકાર હોય અને છતાં લાગણીભીના હૃદયની માવજત કરી જાણે એવું. આજના વ્યવહારોમાં, જવલ્લે જ જોવા મળે.
જૈન સમાજનાં કાર્યો અંગે પણ તેમની દૃષ્ટિ તથા પ્રદાન હંમેશાં મૌલિક હોય છે. પ્રણાલિકાગત કાર્યો કરતાં જુદી જ દિશામાં અને જુદા જ દૃષ્ટિકોણથી જૈન ધર્મનો મહિમા વધારવો અને જૈનત્વના હાર્દને ફેલાવવું એ તેમનું પ્રિય જીવનકાર્ય રહ્યું હોય તેમ લાગે છે. અને દૃષ્ટિસંપન્ન તથા પ્રિયકર આયોજનક્ષમતાને કારણે તે વિષયમાં તેમણે મનચાહી સફલતા પણ હાંસલ કરી જ છે.
થોડા વખત અગાઉ તેમને, તેરાપંથ જૈન સંપ્રદાય દ્વારા ગૌરવ પુરસ્કાર અપાયો ત્યારે જેને શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજનું ગૌરવ વધ્યું હોય તેવું લાગેલું અને હવે જ્યારે તેમને પદ્મશ્રી અલંકરણ પ્રાપ્ત થાય છે ત્યારે સમગ્ર જૈન સમાજનું ગૌરવ થતું હોવાનું લાગે છે.
તમે, મિત્રો, કુમારભાઈને બિરદાવતો તથા વધાવતો ગ્રંથ પ્રગટ કરી રહ્યા છો તે જાણતાં આનંદ થાય છે. તમારું આ કાર્ય સરસ રીતે સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવું છું.
શીલચંદ્રવિજયજી મ.સા.
136