Book Title: Sanmati Prakaran Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ વલિ પ્રસ્તાવના પણ “ભારતની ભૂમિ” એટલે આર્યદેશ, આર્યક્ષેત્ર, ઉત્તમ સંસ્કારોથી સંસ્કૃત એવા મહાત્માપુરૂષોની ખાણ, આ ભૂમિ ઉપર અનેક ત્યાગી વૈરાગી વીતરાગી મહાપુરૂષો થયા છે. જૈન-જૈનેતર મહાત્માઓ, સંતો, યોગીઓ, વાદીઓ, પ્રતિવાદીઓ, કવિઓ તથા મોક્ષગામી આત્માઓ આ જ ભૂમિ ઉપર થયા છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા વિગેરે દેશો ધનાઢ્ય ભલે હોય, પરંતુ આર્યત્વના સુસંસ્કારોની સંપત્તિથી ધનાઢ્ય દેશ ભારત જેવો કોઈ જ નથી. અન્ય દેશોની રચના જ એવી છે કે જ્યાં સાધુ-સંતો-ત્યાગીઓ અને વૈરાગીઓ ન વિચરી શકે. તે કેવલ ભોગભૂમિ અને અર્થ-કામપ્રધાન દેશો છે. આ ભૂમિ ઉપર દાર્શનિક વૈજ્ઞાનિકો પણ ઘણા થયા છે. આત્મા-પુણ્ય-પાપકર્મ-ધર્મ-અધર્મ-પૂર્વભવ-પરભવ વિગેરે બાબતોમાં આધ્યાત્મિક ઊંડું ચિંતન-મનન કરનારા ઘણા દર્શનશાસ્ત્રીઓ પણ આ ભૂમિ ઉપર થયા છે. પોતપોતાની માન્યતા અનુસાર અનેક ધર્મશાસ્ત્રો-દર્શનશાસ્ત્રો પણ તેઓએ બનાવ્યાં છે. દરેકને પોતાનો અનુયાયી વર્ગ પણ મળી જ રહ્યો છે. આવા પ્રકારના અનેક દર્શનોમાં “જૈનદર્શન” નામનું એક સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠ દર્શન પણ છે. આ દર્શન સ્થાપનારા સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા હોવાથી સંપૂર્ણ નિર્દોષ અને પરિપૂર્ણ યથાર્થ દર્શન છે. અન્ય દર્શનોના કર્તા કણાદ-અક્ષપાદ-કપિલબુદ્ધ-બૃહસ્પતિ-જૈમીનિ ઇત્યાદિ ત્રષિમુનિઓ છે કે જેઓ છવસ્થ, રાગ-દ્વેષી અને અપરિપૂર્ણ જ્ઞાનવાળા છે. કોઈપણ એકબાજુ ઢળેલી દૃષ્ટિવાળા છે. તેથી જ કપોલકલ્પિત કલ્પનાઓ કરીને વસ્તુતત્ત્વનું નિરૂપણ કરનારાં તે દર્શનો છે. જ્યારે જગત જેવું સ્વાભાવિકપણે અનેકાન્તમય છે. તેવું અનેકાન્તમય સમજાવનારું આ જૈનદર્શન જ છે. એટલે જ તે દર્શન યથાર્થદર્શન છે. તીર્થંકરભગવંતો ચરમભવમાં ઘાતકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સૌથી પ્રથમ ધર્મદેશના આપનારા હોય છે. તેઓની આ પવિત્ર વાણીને શાસ્ત્રસંબદ્ધ કરીને જગતની સામે દોહરાવનારા અનેક મહાત્મા પુરૂષો થયા છે. અન્તિમ તીર્થંકરદેવ શ્રી મહાવીર પ્રભુની વાણીનો વિસ્તાર કરનારા ૧૧ ગણધરભગવંતો, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434