Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ (૧૧) પ્રતિજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે દીક્ષા લેવાની અને તેઓના શિષ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આચાર્યશ્રીએ વિધિપૂર્વક જૈનીયદીક્ષા આપી “શ્રીકુમુદચંદ્ર” એવું નામ આપ્યું. સિદ્ધસેન બ્રાહ્મણ હવે કુમુદચંદ્રમુનિના નામે ઓળખાવા લાગ્યા. સંસ્કૃતપ્રાકૃત ભાષાના તો તેઓ પ્રખરપંડિત હતા જ, પરંતુ હવે આચાર્યશ્રી પાસેથી જૈન સિદ્ધાન્તનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. જૈનદર્શનના શાસ્ત્રોમાં પારંગત થયા. કાલાન્તરે સૂરિજીએ તેઓને આચાર્યપદ આપ્યું અને “સિદ્ધસેનસૂરિજી” એ નામે ઘોષિત કર્યા. વર્ષો પછી ગચ્છનો બધો ભાર શ્રી સિદ્ધસેનસૂરિજી ઉપર નાખી શ્રી વૃદ્ધવાદિસૂરિજી અન્યત્ર વિચરવા લાગ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી દીક્ષાના પૂર્વકાલથી જ વિક્રમરાજાના પરિચિત હતા, અને દીક્ષા પછી વિશેષ પરિચિત થયા. રાજા પણ શ્રી સિદ્ધસેનજીના પરિચિત હતા. એક વખત શ્રી સિદ્ધસેનસૂરિજી રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા. ત્યારે વિક્રમરાજાએ તેઓને જોયા. શ્રી સિદ્ધસેનસૂરિજી ન જાણે તેવી રીતે ગુપ્તપણે રાજાએ સૂરિજીને પ્રણામ કર્યા (વંદના કરી). પરંતુ શ્રી સિદ્ધસેનજી રાજાના હાવભાવ ઉપરથી તે બધું કળી ગયા. અને ઉત્તરમાં “ધર્મલાભ” આપ્યો. તે સાંભળી ખુશ થયેલા વિક્રમરાજાએ એક કરોડ સુવર્ણટંક સૂરિજીને આપવાની ઘોષણા કરી. સૂરિજીએ કહ્યું કે અમે જૈન સાધુ છીએ, પરિગ્રહના ત્યાગી છીએ, અમારે આ ન ખપે. તમને ઠીક લાગે તેમ ધર્મકાર્યમાં તેનો ઉપયોગ કરો. રાજા સમજી ગયો અને તેણે તે રકમ સાધારણ ખાતામાં આપી સાધર્મિકોને મદદ કરી તથા જૈન મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ' સૂરિજી વિચરતા વિચરતા ઉજૈયિણી નગરીથી ચિત્તોડ ગઢ તરફ પધાર્યા. ત્યાં ચિત્રકુટ પર્વતની એકબાજુએ એક સ્તંભ જોયો. તે સ્તંભ પત્થરન, લાકડાનો કે માટીનો ન હતો. પરંતુ બારીકાઈથી જોતાં ઔષધિઓનો બનેલો છે એમ જાણ્યું. બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને વિરોધી ઔષધિઓ દ્વારા તે થાંભલામાં છિદ્ર (કાણું) પાડ્યું, તેમાં હજારો પુસ્તકો જોયાં. તેમાંથી એક પુસ્તક લઈ એક પાનું ખોલી પંક્તિમાત્ર વાંચવા માંડી. તેનાથી સૂરિજીને સુવર્ણસિદ્ધિયોગ તથા સર્ષામંત્ર પ્રાપ્ત થયા. તેટલામાં શાસનદેવીએ સૂરિજી પાસેથી તે પુસ્તક લઈ લીધું અને છિદ્ર પણ બંધ કરી દીધું. શ્રી સિદ્ધસેનસૂરિજી ચિત્રકુટથી વિહાર કરી કર્મારગામમાં પધાર્યા, ત્યાં દેવપાલ નામનો રાજા હતો. રાજાએ સૂરિજીનું સુંદર સ્વાગત કર્યું. સૂરિજીએ ધર્મોપદેશ આપીને રાજાને ધર્મી બનાવ્યો. રાજા સૂરિજી ઉપર ભક્તિભાવવાળો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 434