Book Title: Sanmati Prakaran Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ મલ્લવાદીજીએ બનાવેલા ગ્રંથોમાંથી માત્ર એક દ્વાદશાનિયચક્ર ગ્રન્થ જ મળે છે. તે પણ ટીકાગ્રન્થોના આધારે, મૂલગ્રન્થરૂપે તો નષ્ટપ્રાય જ થયેલો છે. તેથી તેઓએ બનાવેલી સન્મતિની ટીકા તો મળે જ ક્યાંથી ? પરંતુ શ્રી પ્રભાચંદ્રસૂરિજી પાસે તે કાલે કોઈ મજબૂત પ્રમાણો હશે કે જેના આધારે વીરનિર્વાણથી ૮૮૪મા વર્ષમાં શ્રી મલ્લવાદિજી થયાનો ઉલ્લેખ તેઓએ કર્યો છે. હવે જો શ્રી મલ્લવાદિજી વિ.સં. ૪૧૪ માં વર્ષમાં બૌદ્ધોને જિતનારા થયા હોય અને તેઓએ સન્મતિપ્રકરણ ઉપર સંસ્કૃત ટીકા બનાવી હોય. તો સન્મતિપ્રકરણ બનાવનાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મ.સા. વિ.સં. ૪૧૪ પહેલાં થયેલા હોવા જોઈએ. એટલે કે વિ.સં. ૩૭૦ થી ૪૧૪ માં અર્થાત્ ૪/૫ સૈકામાં થયેલા હોવા જોઈએ. (૩) પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પોતાના બનાવેલા “પંચવસ્તુ” નામના ગ્રન્થમાં કહ્યું છે કે – भण्णइ एगंतेणं, अम्हाणं कम्मवाय णो इहो । ण य णो सहाववाओ, सुयकेवलिणा जओ भणियं ॥१०४७॥ आयरियसिद्धसेणेण, सम्मईए पइट्ठिअजसेणं । दूसम-णिसा-दिवागर-कप्पत्तणओ तदक्खेणं ॥१०४८ ॥ સન્મતિપ્રકરણને બનાવનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીને શ્રુતકેવલી કહેનારા અને દૂષમ આરારૂપી રાત્રિમાં સૂર્યસમાન કહેનારા એવા શ્રી હરિભદ્રસૂરીશ્વર ઉપર શ્રી સિદ્ધસૂરીશ્વરજીની કૃતિઓનો પરમપ્રભાવ પડેલો હોવો જોઈએ. તેથી શ્રી હરિભદ્રસૂરિજીથી ૩૦૦/૪૦૦ વર્ષો પૂર્વે તે શ્રી સિદ્ધસેનસૂરિજી થયા હોવા જોઈએ. (૪) શ્રી જિનદાસગણિએ નંદિસૂત્ર ઉપર ચૂર્ણિ બનાવેલી છે. તેનો રચનાસમય વિ.સં. ૭૩૩ જણાવેલ છે તે જ શ્રી જિનદાસગણિએ નિશીથસૂત્રની પણ ચૂર્ણિ બનાવી છે. તેમાં ઘણી જગ્યાએ “સન્મતિપ્રકરણનો ઉલ્લેખ કર્યો છે. दंसणगाही-दंसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयसंमतिमादी गेण्हंतो असंथरमाणे जं अकप्पिअं पडिसेवति जयणाते, तत्थ सो सुद्धो अपायच्छित्ती भवइ (નિશિથચૂર્ણિ-ઉદેશ-૧) दंसणप्पभावगाण सत्थाणं सम्मदियादिसुत्तणाणे य जो विसारदो णिस्संकियसुत्तत्थोत्ति वुत्तं भवति सो य उत्तिमट्ठपडिवन्नो, सो य जत्थ खित्ते ठिओ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 434